Not Set/ SPના અધ્યક્ષ અખિલેશ યાદવે આગામી વિધાનસભા ચૂંટણી જીતવા માટે જાણો કઇ કરી જાહેરાત…

ઉત્તર પ્રદેશમાં ફરી સત્તામાં આવશે તો માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો અને આખલાના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનું વચન આપ્યું

Top Stories India

સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે  કહ્યું કે જો તેમની પાર્ટી ઉત્તર પ્રદેશમાં ફરી સત્તામાં આવશે તો માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો અને આખલાના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનું વચન આપ્યું . તેમણે કહ્યું કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી  સરકારે તેને બર્બાદ કરી નાંખ્યું

અખિલેશે ઉન્નાવમાં તેમની વિજય રથયાત્રા દરમિયાન કહ્યું હતું કે સાઇકલ સવારો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. હાલમાં જ અહીં એક વૃદ્ધ મહિલાનું આખલાના હુમલાથી મોત થયું હતું. તેમણે જાહેરાત કરી કે જો સપાની સરકાર બનશે તો કાનપુરથી ઉન્નાવ સુધી ગંગા પાર કરીને મેટ્રો બનાવવામાં આવશે.

આ ઉપરાંત અખિલેશે કહ્યું કે . આ ભાજપ જ છે જેણે ખેડૂતોને કહ્યું હતું કે અમારી સરકાર બનશે તો અમે ખેડૂતોની આવક બમણી કરીશું. દિવસ-રાત આપણો ખેડૂત લાઈનમાં ઊભો રાખ્યા પણ આ સરકાર ખાતર  પણ આપી શકી નથી. જેઓ યોગી હોય છે તેઓ જૂઠું નથી બોલતા, જે બાબાઓ છે તેઓ જૂઠું નથી બોલતા, કહો કે ઉન્નાવના કેટલા લોકોને નોકરી મળી? આ સરકારની મોટી મોટી જાહેરાતો અખબારોમાં આવે છે કે, આટલા લાખ યુવાનોને નોકરી આપી છે, તેમની જાહેરાતો કહે છે કે આટલા કરોડ લોકોને રોજગારી આપી છે, ઉન્નાવના લોકોને નોકરી મળી છે?