Not Set/ બગોદરા નજીક ટ્રક પાછળ ગાડી ઘુસી જતાં સર્જાયો અકસ્માત, 3 લોકોનાં મોત

બગોદરા પાસે ટ્રક અને તુફાન કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

Top Stories Gujarat Others
બગોદરા
  • બગોદરા નજીક ગમખ્વાર અકસ્માત
  • ઘટનામાં 3 લોકોનાં મોત,10 ઘાયલ
  • ઘાયલોને અમદાવાદ સારવાર માટે ખસેડાયા
  • ટ્રક પાછળ ગાડી ઘુસી જતાં બની ઘટના
  • તુફાન અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં ફરી એકવાર બગોદરા રોડમાં અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, બગોદરા પાસે ટ્રક અને તુફાન કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આઅકસ્માતમાં ઘટનાસ્થળે 3 વિદ્યાર્થીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો 10 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને પરત ફરતા સમયે કાળ ભરખી ગયો.

આ પણ વાંચો :મોરબીમાં અનુભવાયા 3.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકોમાં છવાયો ભયનો માહોલ

આપને જણાવી દઈએ કે, બગોદરા તારાપુર હાઈવે પર ટ્રક પાછળ ગાડી ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં 3  વ્યક્તિઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.  આ ટક્કર એટલી જોરદાર હતી કે, ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીના મોત થયા છે. ઘાયલોને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં બગોદરા પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે ખેડા જિલ્લાના કપડવંજમાં લાડવેલ-પાંખિયા રોડ નજીક ટ્રક અને  રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જેમાં  લાડવેલ-પાંખિયા રોડ ઉપરથી પતિ-પત્ની અને 3 સંતાનો એક સીએનજી રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા. દરમિયાન  ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  જેમાં રિક્ષામાં સાવર એક જ પરિવારના માતા અને બે બળકીઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે પિતા અને ચાર માસની માસૂમ બાળકીનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો : શું સરકાર 31 ડિસેમ્બરની રાત સુધી ટેક્સટાઇલ સેક્ટરના GST દર 5% રાખવાનો નિર્ણય લેશે?

આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પતિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 4 મહિનાની દીકરીનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતની જાણ થતાં કપડવંજ રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો :કોરોના સામે સાવધ રહો અને ફરજીયાત માસ્ક પહેરોની “ગેટ વેલ સુન”ની અપીલ સાથે કરાયું

આ પણ વાંચો :સુશાસન સપ્તાહ નિમિત્તે યોજાયો ખેડૂતલક્ષી યોજનાઓનો સહાય વિતરણ કાર્યક્રમ

આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 કેસ નોંધાયા