Not Set/ સાવધાન : Whatsappમાં આવી એક મોટી ગડબડી, ફોન હેક ન થાય તે માટે તુરંત કરો અપડેટ

દુનિયાનાં મોટાભાગનાં દેશોમાં લોકો હવે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થયા છે. આ મોબાઈલ ફોનથી તમે ઘણી એપ ચલાવી શકો છો, દુનિયાભરનું જ્ઞાન લઇ શકો છો, આરામથી કોઇને મેસેજ કરી શકો છો. પરંતુ સુવિધા ક્યારેક નુકસાનનું કારણ પણ બની જાય છે. આપને જણાવી દઇએ કે, દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુકે સ્વીકાર્યુ છે કે, તેમની ઇંસ્ટેટ […]

Top Stories World
whatsapp સાવધાન : Whatsappમાં આવી એક મોટી ગડબડી, ફોન હેક ન થાય તે માટે તુરંત કરો અપડેટ

દુનિયાનાં મોટાભાગનાં દેશોમાં લોકો હવે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થયા છે. આ મોબાઈલ ફોનથી તમે ઘણી એપ ચલાવી શકો છો, દુનિયાભરનું જ્ઞાન લઇ શકો છો, આરામથી કોઇને મેસેજ કરી શકો છો. પરંતુ સુવિધા ક્યારેક નુકસાનનું કારણ પણ બની જાય છે. આપને જણાવી દઇએ કે, દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુકે સ્વીકાર્યુ છે કે, તેમની ઇંસ્ટેટ મેસેજીંગ એપ Whatsappમાં એક સુરક્ષા ચુક થઇ હોવાના કારણે આ એપને અપડેટ કરવા કંપનીએ તાકીદ કરી છે.

105263395 gettyimages 1001511110 સાવધાન : Whatsappમાં આવી એક મોટી ગડબડી, ફોન હેક ન થાય તે માટે તુરંત કરો અપડેટ

ખતરાની જાણ થતા મેસેજીંગ એપ Whatsappએ પોતાના યુઝર્સને તુરંત એપ અપડેટ કરવા કહ્યુ છે. આપને જણાવી દઇએ કે, ઈઝરાયલનાં સ્પાઇવેયરની મદદથી માત્ર એક મિસ કોલ કરી કોઇ આપના ફોનને હેક કરી શકે છે. તાજેતરમાં સામે આવેલી રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે, યુઝર્સને માત્ર એક Whatsapp કોલ કરીને તેમના ફોનનાં કેમેરા અને માઇકને આસાનીથી હેક કરી શકાય છે. જ્યા યુઝર્સનાં ઇમેઇલથી લઇને મેસેજ અને લોકેસન ડેટાની જાણકારી લઇ શકાય છે. જો કે Whatsapp દ્વારા આ ગડબડીને ફીક્સ કરી દેવામાં આવી છે. પરંતુ જો તમારો ફોન તમે અપડેટ ન કર્યો હોય તો તેને તુરંત અપડેટ કરી દેવુ જરૂરી છે. Whatsapp એપને હેક કરવા માટે સ્પાઇવેયર ઈઝરાયલની સિક્રેટીવ એનએસઓ ગ્રુપે ડેવલોપ કર્યો છે.