પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું હતું. ડાયમંડ બુર્સ આંતરારાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. સુરત એરપોર્ટનું નવું સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દમિયાન 1,200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઈન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા સક્ષમ છે. આ દરમિયાન તેની ક્ષમતા વધારીને 3,000 મુસાફરો કરવાની જોગવાઈ છે. સાથે આ એરપોર્ટની વાર્ષિક પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા હવે વધીને 55 લાખ પેસેન્જર્સ થઈ ગઈ છે.
આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધમાં જણાવ્યું હતું કે, જ્યારે દુનિયામાં કોઈ ડાયમંડ બુર્સ કહેશે ત્યારે સુરતનું નામ પ્રથમ આવશે. ભારતનું નામ આવશે. સુરત ડાયમંડ બુર્સ ભારતીય ડિઝાઈન, ડિઝાઈનર્સ, ભારતીય સામગ્રી અને ભારતીય કોન્સેપ્ટનું સામર્થ્ય બતાવશે.
પીએમ મોદીએ કહ્યું કે, સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું આજે ઉદ્ધાટન કરવામાં આવ્યુ છે. સાથે સુરત એરપોર્ટને આંતરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો પણ મળ્યો છે. આ શાનદાર ટર્મિનલ અને ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે હું સુરતની જનતા અને ગુજરાતની જનતાને અભિનંદન આપું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તે કામદાર હોય,કારીગર હોય, વેપારી હોય, સુરત ડાયમંડ બુર્સ દરેક માટે વન સ્ટોપ સેન્ટર છે. આજે સુરત ડાયમંડ બુર્સના રૂપમાં આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. રો ડાયમંડ હેય, પોલિશ્ડ ડાયમંડ હોય, લેબ ગ્રોન ડાયમંડ હોય અથવા તૈયાર જ્વેલરી હોય, આજે દરેક પ્રકારનો વ્યવસાય એક છત નીચે શક્ય બન્યું છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: