Not Set/ બહુમતી સમુદાય જાગૃત નહી થાય તો મુગલ શાસન પાછું આવી શકે છે : સાંસદ તેજશ્વી સૂર્યા

શાહીન બાગ ખાતે ચાલી રહેલા નાગરિક સુધારણા કાયદા (સીએએ) નાં વિરોધ પ્રદર્શન પર બોલતા ભારતીય જનતા પાર્ટીનાં યુવા સાંસદ તેજશ્વી સૂર્યાએ લોકસભામાં કહ્યું હતું કે, બહુમતી સમુદાયને જાગૃત રહેવું જોઈએ, કારણ કે મુગલ શાસન ફરી એક વાર પાછું આવી શકે તેમ છે. સાંસદ સૂર્યાએ કહ્યું, ‘આજે દિલ્હીનાં શાહીન બાગમાં જે કંઇ પણ થઈ રહ્યું છે, […]

Top Stories Gujarat Assembly Election 2022 India
bjp mp tejasvi surya બહુમતી સમુદાય જાગૃત નહી થાય તો મુગલ શાસન પાછું આવી શકે છે : સાંસદ તેજશ્વી સૂર્યા

શાહીન બાગ ખાતે ચાલી રહેલા નાગરિક સુધારણા કાયદા (સીએએ) નાં વિરોધ પ્રદર્શન પર બોલતા ભારતીય જનતા પાર્ટીનાં યુવા સાંસદ તેજશ્વી સૂર્યાએ લોકસભામાં કહ્યું હતું કે, બહુમતી સમુદાયને જાગૃત રહેવું જોઈએ, કારણ કે મુગલ શાસન ફરી એક વાર પાછું આવી શકે તેમ છે.

સાંસદ સૂર્યાએ કહ્યું, ‘આજે દિલ્હીનાં શાહીન બાગમાં જે કંઇ પણ થઈ રહ્યું છે, તે યાદ અપાવે છે કે જો દેશનો બહુમતી સજાગ ન થયા તો મુગલ રાજનાં દિલ્હી પાછા ફરવાના દિવસો દૂર નથી.’ તેજસ્વી સૂર્યાએ કહ્યું, ‘આ સરકારે ઘણા બાકી પ્રશ્નો હલ કર્યા છે. વિપક્ષ પણ જાણે છે કે સીએએનું અહીં કોઈની સાથે કોઈ લેવા-દેવા નથી, તેમ છતાં વિરોધ છે જે નિરાશાજનક છે.’ તેજસ્વી સૂર્યાનાં નિવેદન પર વિપક્ષી પાર્ટીઓએ હંગામો મચાવ્યો હતો.

તેજસ્વી સૂર્યાએ એમ પણ કહ્યું કે, ‘સીએએ પાકિસ્તાન સહિત પડોશી દેશોમાં ત્રાસ સહન કરનાર લઘુમતીઓને નાગરિકત્વ આપવા માટે છે, પરંતુ વિપક્ષ તેમને નાગરિકત્વ મેળવવામાં રોકી રહ્યું છે. આ માટે આવનારી પેઢી તેમને ક્યારેય માફ નહીં કરે. વિપક્ષ આવા મુદ્દાઓનો અંત લાવવા માંગતો નથી, જેને તેઓ પોતાની વોટ-બેંક માટે ઉપયોગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.