Not Set/ નાટક જોઈને ભગત સિંહ બનવાની ઈચ્છા! એક્ટિંગના ચક્કરમાં બાળકે લગાવી ફાંસી અને…

મધ્યપ્રદેશના મંદસૌરમાં એક રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક બાળકે ભગત સિંહની ભૂમિકા નિભાવાના પ્રયાસમાં ફાંસી પર લટકી ગયો અને તેણે પોતાનો જીવ ગુમાવો પડ્યો હતો. બાળકોએ શાળામાં ભગત સિંહને લઈને એક નાટક કર્યું હતું, જેમાં તેણે જાતે અંગ્રેજી સૈનિકની ભૂમિકા ભજવી હતી. શાળાના નાટક પછી, બાળક ઘરે આવ્યા પછી […]

India
Untitled 43 નાટક જોઈને ભગત સિંહ બનવાની ઈચ્છા! એક્ટિંગના ચક્કરમાં બાળકે લગાવી ફાંસી અને...

મધ્યપ્રદેશના મંદસૌરમાં એક રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક બાળકે ભગત સિંહની ભૂમિકા નિભાવાના પ્રયાસમાં ફાંસી પર લટકી ગયો અને તેણે પોતાનો જીવ ગુમાવો પડ્યો હતો. બાળકોએ શાળામાં ભગત સિંહને લઈને એક નાટક કર્યું હતું, જેમાં તેણે જાતે અંગ્રેજી સૈનિકની ભૂમિકા ભજવી હતી. શાળાના નાટક પછી, બાળક ઘરે આવ્યા પછી ભગત સિંહની ભૂમિકા ભજવવાની કોશિશ કરતો હતો અને આ દરમિયાન તેણે ફાંસી પર લટકાવો સીન કરવાનો પ્રયાસ કર્યો હતો.

એક અહેવાલ મુજબ, 1 ફેબ્રુઆરીના રોજ આયોજિત મંદસૌરના બડવાન ફંટા ખાતે આવેલ જ્ઞાનસાગર સ્કૂલના વાર્ષિક મહોત્સવમાં બાળકોએ કે નાટક ભજવ્યું હતું જેમાં 12 વર્ષિય પ્રિયાંશુએ પણ ભાગ લીધો હતો. સ્કૂલમાં નાટક થયા પછી, પ્રિયાંશુ ખેતરોમાં પહોંચી ગયો હતો અને અહીં બનાવેલી ટપરીમાં ભગત સિંહના નાટકનો વીડિયો ફોનમાં જોયો હતો. જે બાદ તેને ઝાડ પર દોરડું લગાવીને લટકી જવાનો પ્રયાસ કર્યો હતો.

આ સીન તે ખાટલા પર ઉભા રહીને કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને આમ કરતી વખતે તે ખાટલાના કિનારે આવી ગયો, જેના કારણે ખાટલો બીજી બાજુથી ઉભો થઇ ગયો હતો. બાળકે સંતુલન ગુમાવ્યું અને તે ફાંસી પર લટકી ગયો. બાળકના કાકાએ બાળકને લટકતો જોયો હતો.

પોલીસના કહેવા મુજબ, તેમને બાળકના મૃતદેહની નજીક એક મોબાઇલ મળ્યો જેમાં ભગત સિંહનું એક નાટક ચાલી રહ્યું હતું. આ નાટકમાં બાળક અંગ્રેજની ભૂમિકામાં હતો. ભગત સિંહના કિરદારને ભજવવાના પ્રયત્નમાં બાળક ફાંસી પર લટકી ગયો અને તેનું મોત નીપજ્યું હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે. તપાસ કરવામાં આવી રહી છે સ્કૂલનું કહેવું છે કે વાર્ષિક મહોત્સવમાં યોજાનારા નાટકમાં કોઈ અટકવાનું દ્રશ્ય નહોતું. બાળકના મગજમાં આનો ખ્યાલ ક્યાંથી આવ્યો તે ખબર નથી. બાળકના કાકાએ આ કેસ પર કંઇ પણ કહેવાની ના પાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.