Not Set/ તાજમહેલને લઇને ફરી એક વિવાદ -શુક્રવારે થવા વાળી નમાજને રોકવા કરાઈ માંગ

તાજમહેલને લઇ છેલ્લા કેટલાક દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે.ઉત્તપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિવાદ વચ્ચે ગુરુવારના રોજ તાજમહેલની મુલાકાત કરી.હવે તેના વચ્ચે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે તાજમહેલમાં શુક્રવારે થવા વાળી નમાજને રોકવામાં આવે.તમને જણાવી દઇએ કે તાજમહેલને શુક્રવારે નમાજના કારણે બંધ રાખવામાં આવે છે.એબીઆઇએસએસનાં નેશનલ […]

India
yogi41 તાજમહેલને લઇને ફરી એક વિવાદ -શુક્રવારે થવા વાળી નમાજને રોકવા કરાઈ માંગ

તાજમહેલને લઇ છેલ્લા કેટલાક દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે.ઉત્તપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિવાદ વચ્ચે ગુરુવારના રોજ તાજમહેલની મુલાકાત કરી.હવે તેના વચ્ચે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે તાજમહેલમાં શુક્રવારે થવા વાળી નમાજને રોકવામાં આવે.તમને જણાવી દઇએ કે તાજમહેલને શુક્રવારે નમાજના કારણે બંધ રાખવામાં આવે છે.એબીઆઇએસએસનાં નેશનલ સેક્રેટરી ડો.બાલમુકુંદ પાંડે કહ્યું કે,તાજમહેલ એક રાષ્ટ્રીય સંપત્તિ છે,તેને મુસ્લિમોના ધાર્મિક સ્થાનના રૂપમાં ઉપયોગ ન કરવા દેવો જોઇએ..આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે જો ત્યાં નમાજ કરવાની પરવાનગી આપવામાં આવે તો હિંદુઓને શિવ ચાલીસા કરવાની પણ પરવાનગી મળવી જોઇએ.