National/ પૂર્વ IAS ઓફિસર અમિત ખરેની વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણૂક, તેમના વિશે જાણો

અમિત ખરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિયુક્તિ કરારના આધારે કરવામાં આવી છે. તેઓ ઝારખંડ કેડરના 1985 બેચના (નિવૃત્ત) IAS અધિકારી છે.

Top Stories India
mamata 2 પૂર્વ IAS ઓફિસર અમિત ખરેની વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણૂક, તેમના વિશે જાણો

અમિત ખરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિયુક્તિ કરારના આધારે કરવામાં આવી છે. તેઓ ઝારખંડ કેડરના 1985 બેચના (નિવૃત્ત) IAS અધિકારી છે.

1985 બેચના IAS અધિકારી અમિત ખરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક કરારના આધારે કરવામાં આવી છે. તેઓ 30 સપ્ટેમ્બરે સચિવ (ઉચ્ચ શિક્ષણ) તરીકે નિવૃત્ત થયા. તેમના કાર્યકાળ દરમિયાન દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી.

અમિત ખરેએ પોતાની કુશળતા અને વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ સાથે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે ઉજ્જવલા યોજનામાં પણ યોગદાન આપ્યું. તેમણે ડિસેમ્બર 2019 માં ઉચ્ચ શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રાલયના સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો. તે પછીના ટૂંકા સમયમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને કેબિનેટ દ્વારા 29 જુલાઈ 2020 ના રોજ મંજૂરી આપવામાં આવી.

ઘાસચારા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો

અમિત ખરેએ પ્રખ્યાત ઘાસચારો ઘોટાલાનો પર્દાફાશ કર્યો હતો, જેમાં આરજેડી પ્રમુખ લાલુ યાદવને જેલમાં જવું પડ્યું હતું. ચાયબાસાના ડેપ્યુટી કમિશનર હતા ત્યારે તેમણે ઘાસચારા કૌભાંડ કેસમાં FIR નોંધાવી હતી. આ પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

ધર્મની બેડીઓ તૂટી / અહીં પંચાયતે મુસ્લિમ યુવાનોને મંદિરમાં પૂજા કરવાની આપી મંજૂરી

શાહરૂખનો રાજકુમાર જેલમાં પરેશાન / આર્યનના ગાળાની નીચે નથી ઉતરી રહી જેલની રોટલીઓ, શૌચક્રિયાઓ પણ બંધ

સરકારનો એરલાઇન કંપનીઓને પત્ર / એર ઇન્ડીયાના ખાનગીકરણથી સાંસદોની વધી ચિંતા, VIP સુવિધાઓ મળશે કે કેમ ?