Tokyo Paralympics/ બ્રોન્ઝ મેડલ જીતનાર વિનોદ કુમારનું હોલ્ડ પર મુકાયુ Result, જાણો શું છે કારણ

બ્રોન્ઝ જીતનાર વિનોદ કુમારનાં પરિણામને હોલ્ડ પર મુકી દેવામાં આવ્યું છે. કેટલાક દેશોએ તેમની ક્લાસિફિકેશન કેટેગરીને લઇને વાંધો ઉઠાવ્યો હતો.

Top Stories Sports
1 318 બ્રોન્ઝ મેડલ જીતનાર વિનોદ કુમારનું હોલ્ડ પર મુકાયુ Result, જાણો શું છે કારણ

બ્રોન્ઝ જીતનાર વિનોદ કુમારનાં પરિણામને હોલ્ડ પર મુકી દેવામાં આવ્યું છે. કેટલાક દેશોએ તેમની ક્લાસિફિકેશન કેટેગરીને લઇને વાંધો ઉઠાવ્યો હતો. જેની હવે તપાસ કરવામાં આવી રહી છે. 41 વર્ષનાં વિનોદે એફ-52 કેટેગરીમાં પેરાલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. સ્નાયુઓની નબળાઇ ધરાવતા ખેલાડીઓને આ શ્રેણીમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. અંગોનો અભાવ, પગની લંબાઈ અસમાન હોય છે. આવા ખેલાડીઓ વ્હીલચેર પર બેસીને સ્પર્ધામાં ભાગ લે છે. 22 ઓગસ્ટનાં રોજ વિનોદની પરીક્ષા થઈ ચૂકી છે, જેમાં તે પાસ થયા હતા.

1 319 બ્રોન્ઝ મેડલ જીતનાર વિનોદ કુમારનું હોલ્ડ પર મુકાયુ Result, જાણો શું છે કારણ

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાન ટીમનાં કોચની ઓફરને એન્ડી ફ્લાવરે સ્પષ્ટપણે કર્યો ઇનકાર

ડિસ્ક ફેંકનાર વિનોદ કુમારે રવિવારે જાપાનનાં ટોક્યોમાં રમાઈ રહેલી પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારત માટે એશિયન રેકોર્ડ તોડ્યો હતો, જોકે થોડા સમય પછી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જાણ કરી હતી કે આ ઈવેન્ટનાં પરિણામો રોકી દેવામાં આવ્યા છે અને વિનોદ કુમાર પાસે હાલમાં કોઈ મેડલ નથી. જણાવી દઇએ કે, પેરા-એથ્લીટ કેટેગરી F52 કે જે અંતર્ગત વિનોદ કુમારે ઇવેન્ટમાં ભાગ લીધો હતો તેણે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ વિનોદ કુમારનાં ક્લાસિફિકેશન સામે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ પેરાલિમ્પિક ગેમ્સનાં ટેકનિકલ પ્રતિનિધિમંડળે આયોજન સમિતિનું પરિણામોને અટકાવવાનાં નિર્ણયથી અવગત કરાવ્યા હતા. આ સમિતિએ ભારતીય ટુકડીને સત્તાવાર રીતે જાણ કરી છે કે પુરુષોની F52 ડિસ્ક ઇવેન્ટનાં પરિણામો હાલમાં ક્લાસિફિકેશનનાં કારણે સમીક્ષા હેઠળ છે, ત્યારબાદ વિનોદ કુમારને તેનો બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.

1 320 બ્રોન્ઝ મેડલ જીતનાર વિનોદ કુમારનું હોલ્ડ પર મુકાયુ Result, જાણો શું છે કારણ

આ પણ વાંચો – IPL 2021 / શું તમે જાણો છો IPL માં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલા ખેલાડીઓ વિશે?

જો તકનીકી સમિતિને વિનોદ કુમારનાં ક્લાસિફિકેશનમાં કોઈ ભૂલ જણાશે તો તે ગેરલાયક કહેવાશે અને મેડલ ચોથા સ્થાને રહેલા ખેલાડીને જશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 માં, વિનોદ કુમારને F52 કેટેગરી માટે 2 વર્ષ માટે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ દ્વારા માન્યતા આપવામાં આવી હતી, ત્યારબાદ વર્લ્ડ પેરાથલેટિક ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાને રહીને તેમને ટોક્યો પેરાલિમ્પિક્સ માટે ટિકિટ મળી હતી. જો કે, જ્યારે 2020 માં કોરોના વાયરસનાં કારણે પેરાલિમ્પિક ગેમ્સ મુલતવી રાખવી પડી, ત્યારે IPC દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા પણ સમાપ્ત થઈ ગઈ. આવી સ્થિતિમાં, પેરાલિમ્પિક ગેમ્સનો ભાગ બનતા પહેલા, તેમણે ફરી એક વખત પુન: વર્ગીકરણ માટે IPC પાસે જવું પડ્યું. IPC એ F52 હેઠળ વિનોદ કુમારને વર્ગીકૃત કર્યા પછી તે પેરાલિમ્પિક્સ ગેમ્સનો ભાગ બન્યા હતા. જોકે, રમતવીરે વિનોદ કુમારને બ્રોન્ઝ મેડલ જીતવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને પરિણામ અટકાવવામાં આવ્યું હતું.