Not Set/ રાજ્યપાલ સાથે મુલાકાત બાદ કંગનાના હાથમાં કમળનું ફૂલ, શું અર્થ છે..??

  અભિનેત્રી કંગના રનૌતે રવિવારે સાંજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળી હતી. કંગના તેણીની ઓફિસમાં BMC દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યા બાદ તેઓ રાજ્યપાલને મળ્યા હતા. રાજ્યપાલને મળ્યા બાદ કંગનાએ જણાવ્યું હતું કે તે (રાજ્યપાલ) અહીંના વાલી છે. મારે રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલે મારી વાત પુત્રીની જેમ સાંભળી. […]

India
98b099b11a08400cb258a748902ff216 રાજ્યપાલ સાથે મુલાકાત બાદ કંગનાના હાથમાં કમળનું ફૂલ, શું અર્થ છે..??
98b099b11a08400cb258a748902ff216 રાજ્યપાલ સાથે મુલાકાત બાદ કંગનાના હાથમાં કમળનું ફૂલ, શું અર્થ છે..?? 

અભિનેત્રી કંગના રનૌતે રવિવારે સાંજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળી હતી. કંગના તેણીની ઓફિસમાં BMC દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યા બાદ તેઓ રાજ્યપાલને મળ્યા હતા. રાજ્યપાલને મળ્યા બાદ કંગનાએ જણાવ્યું હતું કે તે (રાજ્યપાલ) અહીંના વાલી છે. મારે રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલે મારી વાત પુત્રીની જેમ સાંભળી. હું માનું છું કે મને ન્યાય મળશે. રાજ્યપાલને મળ્યા બાદ કંગનાના હાથમાં કમળનું ફૂલ હાથમાં જોવા મળ્યું હતું.

આ ઘટનાક્રમ પછી  આવી અટકળો કરવામાં આવી રહી છે કે કંગના રનૌતનો ઝોક ભારતીય જનતા પાર્ટી તરફ છે. રવિવારે કંગના કોશ્યારીને નળીને બહાર આવી ત્યારે તેના હાથમાં કમળના બે ફૂલો જોવા મળ્યાં હતાં. આ તે અટકળોને મજબુત કરે છે કે કંગના રનૌત બહુ જલ્દી જ કમલ એટલે કે ભાજપમાં જોડાઈ શકે છે. તાજેતરમાં કંગના રનૌતની માતાએ એમ પણ કહ્યું હતું કે તેમનો પરિવાર ભૂતકાળમાં કોંગ્રેસનો સભ્ય રહ્યો છે પરંતુ તાજેતરની ઘટના બાદ તેમનો પરિવાર ભાજપને સમર્થન આપશે.

કંગના રનૌતનો ઝુકાવ ભાજપ તરફ હોઇ શકે છે, આના બીજા ઘણા સંકેતો છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે તેમની સુરક્ષા ને લઈને એક મોટું પગલું ભર્યું અને તેમને વાય-ક્લાસ સુરક્ષા પૂરી પાડી. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નિવેદનોએ પણ સંકેત આપ્યો છે કે કંગનાને ભાજપનો સંપૂર્ણ સમર્થન છે.

શુક્રવારે કેન્દ્રીય પ્રધાન અને આરપીઆઈ પ્રમુખ રામદાસ આઠવલેએ કહ્યું હતું કે કંગના સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્ર સરકારે બદલો લેવાની કાર્યવાહી કરી ત્યારે તેનો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. કંગનાએ થતાં કોઈપણ નુકસાનની ભરપાઇ કરવી જોઈએ. રામદાસ આઠવલેએ કહ્યું કે, જો કંગના અમારી પાર્ટીમાં આવશે, તો તેનો વધુ ઉપયોગ થશે નહીં, પરંતુ જો તે ભાજપમાં જોડાશે તો તેમને રાજસભાની બેઠક મળી શકે છે.

તમને જણાવી દઈએ કે, કંગના અને તેની બહેન રંગોલી રવિવારે રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા પહોચ્યા હતા. થોડા દિવસો પહેલા જ BMC એ કંગનાની ઓફિસ પર કાર્યવાહી કરી હતી. કંગનાની ઓફિસનો કેટલોક ભાગ ગેરકાયદેસર બાંધકામ હતો જેને બીએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. બાદમાં આ કેસ કોર્ટમાં ગયો હતો જ્યાં બોમ્બે હાઈકોર્ટે બીએમસીની કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો. આ ઘટના બાદ કંગના અને શિવસેના સામ-સામે છે. જો કે ભારતીય જનતા પાર્ટી પણ કંગનાના સમર્થનમાં આગળ આવી છે અને BMC ની કાર્યવાહીને એકપક્ષીય ગણાવી છે.

રાજ્યપાલને મળતા પહેલા કંગના રનૌતે શિવસેના અને સંજય રાઉત પર  જોરદાર હુમલો કર્યો હતો. કંગનાએ ટ્વિટમાં કહ્યું હતું કે શું શિવસેના શું ઇચ્છે છે કે ભાજપ કંગનાને ગુંડાઓના હાથે માર ખાવા માટે છોડી દે..? કંગનાએ કહ્યું કે શિવસેનાનો હેતુ છે કે ગુંડાઓ મને જાહેરમાં લિંચ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.