Not Set/ પ્રધાનમંડળની પુનઃરચના બાદ પણ રાજસ્થાનમાં એ જ સ્થિતિ

મુખ્યમંત્રી ગેહલોત અને કોંગ્રેસ સામેના પડકારો ઘટ્યા નથી, જાે કે અત્યારે તો ભાજપની જૂથબંધીના કારણે ગેહલોત ટર્મ પૂરી કરે તેવી શક્યતા

India Trending
ra1 1 પ્રધાનમંડળની પુનઃરચના બાદ પણ રાજસ્થાનમાં એ જ સ્થિતિ

દેશમાં કોંગ્રેસ માટેના જે ત્રણ મહત્ત્વના રાજ્યો છે તે પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ છે. હવે આ પહેલા મધ્યપ્રદેશ વર્ષો સુધી કોંગ્રેસ પાસે અને ત્યારબાદ સતત ૩ ટર્મ સુધી ભાજપ પાસે રહ્યા બાદ ૨૦૧૮માં કોંગ્રેસને તક મળી હતી પણ જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેની ટીમના પક્ષાંતરના કારણે આ તક રોળાઈ ગઈ. હાલ ત્યાં પક્ષાંતર અને પેટા ચૂંટણીના સહારે ભાજપનું રાજ છે. પંજાબમાં મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્ને બદલાયા પછી સખળડખળ ચાલુ છે. ચૂંટણી નજીક છે ત્યારે પણ આ ખેંચતાણ હજી બંધ થઈ નથી. આ સંજાેગોમાં પંજાબમાં ૨૦૨૨ની મે માં કોંગ્રેસ પાસે હશે કે કેમ તે સવાલ છે. જ્યારે રાજસ્થાનમાં તો મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ છે. એક વખતે નાયબ મુખ્યમંત્રી પદ અને પ્રદેશ અધ્યક્ષનો બેવડો હોદ્દો ભોગવનાર સચીન પાયલોટ પાસે અત્યારે એક પણ હોદ્દો નથી. તેઓ ભાજપમાં જઈ રહ્યા હોવાની અટકળો થતી રહે છે. આ મહાનુભાવ રદિયો આપતા રહે છે.

jio next 5 પ્રધાનમંડળની પુનઃરચના બાદ પણ રાજસ્થાનમાં એ જ સ્થિતિ

રાજસ્થાનમાં પાયલોટ જૂથ અશોક ગેહલોતની ગાંધી પરિવારની નજીક છે. અત્યારે કોંગ્રેસે ભલે મધ્યપ્રદેશ ગુમાવ્યું પણ રાજસ્થાન કોઈપણ સંજાેગોમાં ગુમાવવા માગતી નથી. તાજેતરમાં રાજસ્થાનમાં પ્રધાનમંડળનો જે ગંજીપો ચીપવામાં આવ્યો તેમાં અશોક ગેહલોત તો સલામત છે પરંતુ તેમના ઘણા સાથીઓ કપાઈ ગયા છે. જાે કે અમુક જુના સાથીઓને સ્થાન પણ મળ્યું છે. જ્યારે સચીન પાયલોટ જૂથના ૪ ધારાસભ્યોને કેબિનેટ મંત્રી કક્ષાનો હોદ્દો મળ્યો છે. બે ને રાજ્યમંત્રી બનાવાયા છે. જાે કે સચીન પાયલોટ પોતે કેબિનેટની બહાર જ છે. રાજકીય વર્તૂળો આ બનાવનું દરેક રીતે વિશ્લેષણ કરે છે. અમૂક એમ લખે છે કે રાજસ્થાનમાં અશોક ગેહલોતને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે. તેના ઘણા સાથીદારોને ઘેર બેસવાનો વારો આવ્યો છે. અશોક ગેહલોત બાહોશ નેતા છે અને સાથોસાથ રાજકીય દાવપેચના અઠંગ ખેલાડી છે. તેમને ત્રીજી વખત રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ મળ્યું છે. ૨૦૧૮ની ચૂંટણી બાદ યુવા નેતા સચીન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી હતું પણ કોંગ્રેસને બહુમતી માટે બીજા પક્ષો અને અપક્ષો પર આધાર રાખવો પડે તેવો લોકચૂકાદો આપતા સત્તા માટેના દાવપેચ ખેલવામાં યુવા નેતા સચીન પાયલોટનો પનો ટૂંકો પડશે તેવું કોંગ્રેસના મોવડી મંડળને લાગતા તેમણે રાજસ્તાનનું સુકાન ગેહલોતને સોંપ્યું હતું. તેમણે અપક્ષ અને બસપાના સભ્યોને પોતાની સાથે લઈ સરકાર રચી પણ છે અને ટકાવી પણ છે. પાયલોટ અને તેના સાથી ધારાસભ્યો દિલ્હી હતાં ત્યારે પણ ગેહલોતે બહુમતી પોતાની સાથે હોવાનો દાવો કર્યો હતો.

ra1 પ્રધાનમંડળની પુનઃરચના બાદ પણ રાજસ્થાનમાં એ જ સ્થિતિ
રાજસ્થાનને ભાજપ અને કોંગ્રેસ એ બન્નેના મુખ્યમંત્રીઓનો લાભ મળ્યો છે. ભાજપના નેતા અને જ્યોતિરાદિત્ય સિંધિયાના ફઈબા અને ભાજપના પૂરોગામી જનસંઘના એક જમાનાના અડિખમ નેતા વિજયા રાજેના પુત્રી વસુંધરા રાજે બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી પણ બન્યા છે અને સતત બે ટર્મ સુધી સરકાર ચલાવી છે. તેમના પરિવારના એટલે કે ભત્રીજા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જીત્યા બાદ તરત જ કેબિનેટ કક્ષાના મંત્રીપદનો શીરપાવ મળ્યો છે. જ્યારે વસુંધરાના બહેન યશોધરા રાજે મધ્યપ્રદેશના શીવરાજ સિંહ ચૌહાણના પ્રધાનમંડળમાં હાલ કેબિનેટ મંત્રી છે. વસુંધરા રાજે હાલ ભલે રાજસ્થાનવિધાન સભામાં વિપક્ષના નેતા છે પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ અને અન્ય નેતાઓ સતત તેમને હાંસિયામાં ધકેલી દેવાના પ્રયાસો કરતાં રહે છે. જાે કે ભાજપમાં પણ કોંગ્રેસ જેવી જ જૂથબંધી રાજસ્થાનમાં છે.

b6 7 પ્રધાનમંડળની પુનઃરચના બાદ પણ રાજસ્થાનમાં એ જ સ્થિતિ
અત્યારે રાજસ્થાનમાં પાયલોટ જૂથની ગેહલોત પ્રધાનમંડળમાં ‘રીએન્ટ્રી’ થઈ છે. ગેહલોત પાયલોટ સાથે મળીને રાજસ્થાનમાં ૨૦૨૩માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતી બતાવશે તેવું રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકને ભલે જાહેરકર્યું હોય પરંતુ પ્રશ્નો ત્યાં પણ છે જ. અત્યારે ભલે થોડા સમય માટે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ જળવાઈ રહે પરંતુ ચૂંટણી ટાણે તો કોંગ્રેસમાં ભડકો થવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને અશોક ગેહલોતે બસપા અને પાંચ અપક્ષ મળી કુલ દસને કોંગ્રેસમાં સામે કર્યા હતા તેમાંના ચારને તો રાજ્યકક્ષાના મંત્રી પણ બનાવાયા હતાં. હવે નવી પુનઃરચના થઈ તેમાં આ તમામના પત્તા કપાઈ ગયા તે હકિકત છે. આ ધારાસભ્યો હવે અસંતુષ્ઠ જ રહેવાના. જ્યારે આ અંગે કેટલાક વિશ્લેષકોએ લખ્યું છે કે મધ્યપ્રદેશમાં કમલનાથને છૂટો દોર આપ્યો તેના પરિણામ સ્વરૂપ જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા કદાવર યુવા નેતાની ઉપેક્ષા થઈ અને તેઓ પક્ષથી અલગ પડી ભાજપમાં ભળ્યા અને તેના કારણે મધ્યપ્રદેશ કોંગ્રેસના હાથમાંથી સરકી ગયું અને ભાજપ ફરીવાર સત્તા પર આવી ગયું. આ બનાવમાંથી બોધપાઠ લઈને જ કોંગ્રેસની નેતાગીરીએ ગેહલોત પર અંકુશ લગાવવા માટે તેમનું ઘણી બાબતોમાં ધાર્યુ ન થવા દઈ કદ પ્રમાણે વેતરી નખાયા છે. ગેહલોતની શક્તિનો કોંગ્રેસનું મોવડીમંડળ રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવા માગે છે પરંતુ ગેહલોતને હમણાં જવું નથી પણ અત્યારે જે પરિસ્થિતિ છે તે જાેતાં એવું લાગે છે કે રાજસ્થાન ભાજપમાં ચાલતી જૂથબંધીનો લાભ લેવાની જે ક્ષમતા અશોક ગેહલોતમાં છે તેવા પ્રકારની કોઈ ક્ષમતા સચીન પાયલોટમાં નથી. હા, એક વાત સાચી છે કે રાજસ્થાનના જાટ સમાજ પર તેમનું પ્રભુત્વ છે તેના કારણે તો કોંગ્રેસ તેને સાથે રાખવા માગે છે તેથી જ તો તેઓ બે વકત કોંગ્રેસથી રિસાયા છે અને તેમને મનાવી પણ લેવાયા છે તે હકિકત છે.

ટૂંકમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ફરી રચાવાનો આધાર ભાજપની જૂથબંધી પર છે તો ભાજપની સરકાર રચવા માટેની શક્તિનો આધાર પણ કોંગ્રેસની જૂથબંધી ચૂંટણીના સમયે કેવી વકરે છે તેના પર છે.  રાજસ્થાનમાં પ્રધાનમંડળની પૂનઃરચના બાદ પણ કોંગ્રેસનું કોઈ ઠેકાણું પડ્યું નથી. જૈસે થે જેવી જ સ્થિતિ છે તે હકિકત છે. ટૂંકમાં આવતા દિવસોમાં પરિસ્થિતિ વધુ બગડે તો કોંગ્રેસને રાજસ્થાન ગુમાવવું પડે તેવી સ્થિતિનું સર્જન થઈ શકે છે.

World / તાલિબાન કરશે ગાંજાની ખેતી, ઓસ્ટ્રેલિયાની કંપની સાથે કરારનો દાવો