સુરત/ ચોકલેટ અને આઈસ્ક્રીમની લાલચ આપી નરાધમે 5 વર્ષની બાળકીને લઇ ગયો અને પછી થયું આવું…

સુરતના લીંબાયત વિસ્તારમાં 5 વર્ષની બાળકીના અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક યુવક બાળકી ને લઈ જતો હતો તે દરમ્યાન ત્યાં ઊભેલી એક તરુણી ની સતર્કતાના કારણે બાળકીનું અપહરણ થતાં રહી ગયું હતું

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 20 ચોકલેટ અને આઈસ્ક્રીમની લાલચ આપી નરાધમે 5 વર્ષની બાળકીને લઇ ગયો અને પછી થયું આવું...
  • સુરતના લિબાયતમાં 5 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ
  • બાળકી ઘર પાસે રમી રહી હતી
  • મોઢું દબાવી અપહરણ કરી ભાગી રહ્યો હતો
  • ચોકલેટ અને આઈસ્ક્રીમની લાલચ આપી હતી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના લીંબાયત વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીના અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક યુવક 5 વર્ષની બાળકીને લઈ જતો હતો તે દરમ્યાન ત્યાં ઊભેલી એક તરુણીની સતર્કતાના કારણે બાળકીનું અપહરણ થતાં રહી ગયું હતું સમગ્ર મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે અપહરણનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતના લીંબાયત વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકી ના અપહરણ ની ઘટના બનતા સહેજ માટે રહી ગઈ હતી.લિંબાયત વિસ્તારમાં પાંચ વર્ષેની બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી તે દરમિયાન તે જ વિસ્તારમાં રહેતો એક યુવક ત્યાં આવી ચડ્યો હતો અને બાળકીને ચોકલેટ અને આઈસ્ક્રીમ ની લાલચ આપી લઈ ગયો હતો.

આ યુવાન બાળકીને લઈને દુકાને પહોંચ્યો હતો તે દરમિયાન તે જ સોસાયટીમાં રહેતી એક તરુણીએ બાળકી સાથે આ યુવાનને જોતા પૂછપરછ કરી હતી જેથી બાળકીએ આ યુવાન ચોકલેટ અપાવવા આવ્યો હોવાનું જણાવ્યું હતું અને આ યુવાનને ઓળખતી ન હોવાનું જણાવ્યું હતું તેથી તરુણીએ યુવાનની પૂછપરછ કરી હતી જેથી ગભરાઈ યુવાન ત્યાંથી ભાગી ગયો હતો તેથી તરુણી બાળકીને લઈ તેના માતા પિતા પાસે ગઈ હતી.

માતા-પિતાને સમગ્ર વાત જણાવી હતી જેથી તેમના માતા-પિતાએ તાત્કાલિક જ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો જેથી લિંબાયત પોલીસે સીસીટીવીની મદદથી અંકિત નામના યુવાનને ઓળખી બતાવી તેમને શોધી કાઢી ધરપકડ કરી હતી હાલ યુવાનની ધરપકડ કરી બાળકીનું અપહરણ શા માટે કર્યો હતો અને શું કારણથી તે બાળકીને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ ગયો હતો તે સમગ્ર મામલે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવલોકથી મળ્યું આમંત્રણ, પરમાત્માએ સ્વયં અમને આમંત્રિત કર્યા છે” – રામ મંદિર વિશે ટોચના સંગીત ક્ષેત્રનાં લોકોનું મંતવ્ય

આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…

આ પણ વાંચો:ન્યાય યાત્રા/કોંગ્રેસની ન્યાય યાત્રામાં ફરી હંગામો, ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લાગ્યા!