Shocking/ UAE માં બિન-મુસ્લિમ માટે Good News, લગ્નનાં રજીસ્ટ્રેશનને મળી મંજૂરી

સંયુક્ત અરબ અમીરાત (UAE) નાં મુસ્લિમ રાષ્ટ્રે બિન-મુસ્લિમોને લગ્ન, છૂટાછેડા અને બાળકને દત્તક લેવાના અધિકારોની મંજૂરી આપી છે. આ માટે UAE નવો કાયદો લઈને આવી રહ્યું છે.

Top Stories World
UAE માં લગ્નને મંજૂરી

એક મોટી પહેલમાં, સંયુક્ત અરબ અમીરાત (UAE) એ કેનેડિયન બિન-મુસ્લિમ યુગલ માટે લગ્નનું પ્રમાણપત્ર જારી કર્યું છે. આ કેનેડિયન દંપતીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. નોંધપાત્ર રીતે, આ ખાડી દેશ હવે ઘણા ફેરફારો તરફ આગળ વધી રહ્યો છે. UAE માં રહેતી 10 મિલિયન વસ્તીમાંથી 90 ટકા વિદેશી છે. આવી સ્થિતિમાં, UAE માં આવા ઘણા ફેરફારો સતત જોવા મળી રહ્યા છે, જેના કારણે મુસ્લિમોની સાથે અન્ય ધર્મ અને સંસ્કૃતિનાં લોકો માટે પણ વ્યવસ્થા સરળ થઈ ગઈ છે.

UAE Gift

આ પણ વાંચો – ભ્રષ્ટાચારના આરોપ મામલે / સોમાલિયાના રાષ્ટ્રપતિએ ભ્રષ્ટાચારના આરોપ મામલે વડાપ્રધાન મોહમ્મદ હુસૈનને પદ પરથી હટાવ્યા

સંયુક્ત અરબ અમીરાત (UAE) નાં મુસ્લિમ રાષ્ટ્રે બિન-મુસ્લિમોને લગ્ન, છૂટાછેડા અને બાળકને દત્તક લેવાના અધિકારોની મંજૂરી આપી છે. આ માટે UAE નવો કાયદો લઈને આવી રહ્યું છે. અત્યાર સુધી UAE માં શરિયા કાયદા હેઠળ જ લગ્નની છૂટ હતી. અન્ય મુસ્લિમ દેશોની સરખામણીમાં UAE નું આ નવીનતમ અને ઐતિહાસિક પગલું છે. ગલ્ફ રાષ્ટ્ર સંયુક્ત અરબ અમીરાતે પોતાના દેશમાં રહેતા બિન-મુસ્લિમ લોકોને ભેટ આપી છે અને તેમને તેમના રિવાજો અનુસાર લગ્ન કરવાની મંજૂરી આપી છે. એટલું જ નહીં, UAE ટૂંક સમયમાં આ માટે કોર્ટ શરૂ કરશે, જેમાં બિન-મુસ્લિમોનાં લગ્નને મંજૂરી આપવામાં આવશે. UAE સમાચાર એજન્સી WAM અનુસાર, બિન-મુસ્લિમોને UAEમાં નાગરિક કાયદા હેઠળ લગ્ન, છૂટાછેડા અને બાળકોને દત્તક લેવા સંબંધિત તમામ અધિકારોની મંજૂરી આપવામાં આવશે. UAE માં આ નવીનતમ અને ઐતિહાસિક પગલું છે. અગાઉ, અન્ય ગલ્ફ દેશોની જેમ UAE માં લગ્ન અને છૂટાછેડા ઇસ્લામિક શરિયાનાં સિદ્ધાંતો પર આધારિત હતા. અબુ ધાબીનાં શેખ ખલીફા બિન ઝાયેદ અલ-નાહયાન (UAE ફેડરેશનનાં અધ્યક્ષ) દ્વારા જારી કરાયેલા હુકમનામામાં જણાવાયું છે કે નવા કાયદામાં નાગરિક લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, સંયુક્ત બાળ કસ્ટડી અને પિતૃત્વ અને વારસાનાં પુરાવાનો સમાવેશ થાય છે.

UAE Gift

આ પણ વાંચો – Shocking / મહિલાનાં ગર્ભમાં 35 વર્ષ સુધી રહ્યુ બાળક, ડોક્ટરની તપાસ બાદ થયો ખુલાસો

WAM અનુસાર, આ કાયદાનો ઉદ્દેશ્ય અન્ય ખાડી દેશો કરતાં વૈશ્વિક મંચ પર UAEની સ્થિતિને પ્રોત્સાહન આપવાનો છે. રિપોર્ટ અનુસાર, UAE એ બિન-મુસ્લિમ પારિવારિક બાબતો માટેનાં નવા નાગરિક કાયદાને વિશ્વ સમક્ષ એક નવી પહેલ ગણાવી છે. અબુ ધાબીમાં બિન-મુસ્લિમ કૌટુંબિક બાબતોનાં નિરાકરણ માટે એક નવી કોર્ટની સ્થાપના કરવામાં આવશે, જે અંગ્રેજી અને અરબી બન્નેમાં કામ કરશે.