by Maharashtra/ એકનાથ ખડસેને દાઉદ ઈબ્રાહિમઅને છોટા શકીલના નામથી ધમકી

અંજામ ભોગવવાની ધમકીને પગલે સનસનાટી    

Top Stories India
Beginners guide to 2024 04 17T202611.786 એકનાથ ખડસેને દાઉદ ઈબ્રાહિમઅને છોટા શકીલના નામથી ધમકી

Maharashtra News : લોકસભાની ચૂંટણીની તૈયારી વચ્ચે મહારાષ્ટ્રના કદાવર નેતા એકનાથ ખડસેને ધમકી ભર્યો ફોન આવ્યો છે. તેમને અજાણી વ્યક્તિએ ફોન કરીને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે. ખડસેએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મામલા અંગે માહિતી મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એકનાથ ખડસેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) છોડીને પરત ભાજપમાં લામેલ થવાનું એલાન કર્યું હતું.

ખડસેએ ધમકીભર્યા ફોન અંગે જલગાંવ ના મુક્તાઈ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવી છે. ફરિયાદમાં તેમણે કહ્યું છે કે ફોન કરનારાએ ધમકી આપતી વખતે દાઉદ ઈબ્રિમ અને છોડા શકીલના નામ લીધા હતા. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી રહી ચુકેલા ખડસેને અગાઉ પણ ધમકીઓ મળી ચુકી છે.

બીજીતરફ ખડસેએ સંકટ સમયે  મદદ કરવા માટે પાર્ટી પ્રમુખ શરદ પવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મેં ભાજપમાં જવાનો નિર્ણય લીધો છે કારણકે તે મારૂ ઘર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જો તમારી ફ્લાઇટમાં વિલંબ થાય છે તો ચિંતા કરશો નહીં, તમને ફ્રી લાઉન્જ અને અન્ય સુવિધાઓ મળશે

આ પણ વાંચો:X યુઝર્સને લાઈક અને કોમેન્ટ માટે આપવા પડશે પૈસા? એલોન મસ્કે જણાવ્યું આ કારણ