Suicide/ કર્ણાટકમાં વિધાન પરિષદનાં વાઇસ ચેરમેનને કરી આત્મહત્યા

કર્ણાટકનાં રાજ્ય વિધાન પરિષદનાં વાઇસ ચેરમેન એસ.એલ. ધર્મગૌડાનો મૃતદેહ ચિક્કમગલુરુનાં કડૂર નજીક એક રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો હતો….

India
zzas1 22 કર્ણાટકમાં વિધાન પરિષદનાં વાઇસ ચેરમેનને કરી આત્મહત્યા

કર્ણાટકનાં રાજ્ય વિધાન પરિષદનાં વાઇસ ચેરમેન એસ.એલ. ધર્મગૌડાનો મૃતદેહ ચિક્કમગલુરુનાં કડૂર નજીક એક રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો હતો. તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જો કે સુસાઇડ નોટમાં શું બહાર આવ્યું છે તે હજુ સામે આવ્યું નથી. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પૂર્વ વડા પ્રધાન અને જેડીએસ નેતા એચડી દેવે ગૌડાએ આ અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રાજ્ય વિધાન પરિષદનાં અધ્યક્ષ જેડી નેતા એસ.એલ. ધર્મગૌડાની આત્મહત્યાનાં સમાચાર જાણીને હું ચોંકી ગયો છું. તે શાંત અને નમ્ર માણસ હતા. આ રાજ્યનું નુકસાન છે. કહેવામાં આવી રહ્યું છે કે, જેડીએસનાં સભ્ય એસ.એલ. ધર્મગૌડા સોમવારે સાંજે સાત વાગ્યે પોતાની કારમાં એકલા રવાના થયા હતા. પરંતુ મોડી રાત સુધી તે ઘરે પરત ફર્યા ન હોતા. આ પછી, પરિવારે તપાસ શરૂ થઇ અને પોલીસને પણ જાણ કરવામાં આવી. નજીકમાં શોધખોળ કર્યા બાદ તેઓનો કોઈ પતો ન મળ્યો. ઘણી તપાસ બાદ પોલીસ રેલ્વે ટ્રેક નજીક પહોંચી હતી, જ્યાં તેમનો મૃતદેહ ટ્રેક પર પડેલો જોવા મળ્યો હતો.

આશંકા દર્શાવવામાં આવી છે કે એસ.એલ. ધર્મગૌડાએ ટ્રેનની સામે આવીને આત્મહત્યા કરી લીધી છે. જો કે, હજી આ વાતની પુષ્ટિ થઈ નથી. પોલીસને સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. પરંતુ આ પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો