કોરોના રસીકરણ/ રસીની અછત વચ્ચે ધીમી ગતિએ 18+નું રસીકરણ શરૂ, આ છ રાજ્યો એ કરી શરૂઆત

રસીની અછત હોવાને કારણે, પ્રથમ તબક્કે ફક્ત છ રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ,  ગુજરાત અને ઓડિશામાં મર્યાદિત સ્તરે આ તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.

Top Stories India Trending
bharuch aag 17 રસીની અછત વચ્ચે ધીમી ગતિએ 18+નું રસીકરણ શરૂ, આ છ રાજ્યો એ કરી શરૂઆત

શનિવાર પહેલી મેથી 18 થી 44 વર્ષની વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યુ છે. રસીની અછત  હોવાને કારણે, પ્રથમ તબક્કે માત્ર છ રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને ઓડિશામાં મર્યાદિત સ્તરે આ રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે દેશમાં રસીકરણના ત્રીજા તબક્કાની શરુ આત થઇ છે. શનિવારથી 18 થી 44 વર્ષની વયના લોકોની રસીકરણની શરૂઆત થઈ. રસીની અછત હોવાને કારણે, પ્રથમ તબક્કે ફક્ત છ રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ,  ગુજરાત અને ઓડિશામાં મર્યાદિત સ્તરે આ તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. બાકીના રાજ્યોએ માત્ર રસીનો અભાવ દર્શાવીને હાથ ઊંચા કરી દીધા હતા. જો કે, આગામી કેટલાક દિવસોમાં પુરવઠો વધતો જશે, દેશભરમાં આ અભિયાનને વેગ મળે તેવી સંભાવના છે.

રસીકરણ અમોઘ શસ્ત્ર

કોરોના સાથેના યુદ્ધમાં રસી એક મહત્વપૂર્ણ શસ્ત્ર છે. પ્રથમ બે તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કામદારો અને 45 વર્ષથી ઉપરના લોકોના રસીકરણ પછી, કેન્દ્ર સરકારે ત્રીજા તબક્કામાં 18 થી 44 વર્ષની વયના લોકોને રસી આપવાની મંજૂરી આપી છે. આ તબક્કા માટે નોંધણી 28 એપ્રિલથી શરૂ થઈ.

રજીસ્ટ્રેશન પછી જ રસીકરણ

કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરી  પછી જ ૧૮+ વ્ય જૂથ ને રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. સરકારનું કહેવું છે કે રસીકરણ કેન્દ્રો પર અચાનક થતા ધસારોને રોકવા માટે ઓનલાઇન નોંધણી કરાવવા કહેવામાં આવ્યું છે.

પ્રથમ દિવસે આ રાજ્યોમાં રસીકરણ

જે છ રાજ્યોમાં પ્રથમ દિવસે રસીકરણ થયું હતું ત્યાં પણ તે ખૂબ મર્યાદિત હતું. ઉત્તર પ્રદેશના સાત જિલ્લા, લખનઉ, કાનપુર નગર, પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, મેરઠ અને બરેલીમાં, 18 થી 44 વર્ષ રસીકરણ શરૂ થયું. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં પણ ત્રીજા તબક્કાના રસીકરણ કરવામાં આવ્યું હતું. અન્ય રાજ્યોમાં પણ, ત્રીજા તબક્કાની શરૂઆત ટોકન તરીકે કરવામાં આવી હતી. પહેલા દિવસે મુંબઇમાં 18 થી 44 વર્ષની વયે 1000 લોકોને રસી આપવામાં આવી હતી.

છત્તીસગઢમાં રેશનકાર્ડના આધારે રસીકરણ

છત્તીસગઢ સરકારે ત્રીજી તબક્કામાં શરૂઆતમાં અંત્યોદય કેટેગરીના લોકોને રસી આપવાનો નિર્ણય લીધો છે. અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા નાગરિકો તેમના નજીકના ઇમ્યુનાઇઝેશન સેન્ટરની મુલાકાત લઈ શકે છે અને તેમના આધાર અથવા મતદાર કાર્ડ બતાવતા રેશનકાર્ડ સાથે એક રસી મેળવી શકે છે. રાજ્યના આરોગ્ય વિભાગે મોડી સાંજે કહ્યું કે પ્રથમ દિવસે લગભગ 16 જિલ્લાઓમાં 1,700 લોકોને રસી આપવામાં આવી હતી.

રવિવારથી હરિયાણામાં અને સોમવારથી દિલ્હીમાં શરૂ થશે

હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજે માહિતી આપી છે કે રવિવારથી રાજ્યના તમામ જિલ્લાઓમાં નિયત કેન્દ્રોમાં 18 થી 44 વર્ષ સુધી રસીકરણ શરૂ કરવામાં આવશે. દિલ્હી સરકારે કહ્યું છે કે રસીકરણનો ત્રીજો તબક્કો સોમવારથી શરૂ થશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીને 4.5 લાખ ડોઝ મળ્યા છે, જે જિલ્લાઓને અપાય છે. રસીકરણ 3 મેથી શરૂ થશે.

પંજાબ રસીની રાહ જોઈ રહ્યું છે

પંજાબ અને અન્ય ઘણા રાજ્યો હજી પણ કંપનીઓ પાસેથી રસી મેળવવાની રાહમાં છે. પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું છે કે તેમણે 26 એપ્રિલના રોજ કોવિશિલ્ડના 30 લાખ ડોઝ નો ઓર્ડર સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યો છે. સીરમે જણાવ્યું છે કે રસીની ઉપલબ્ધતા ની જાણ ચાર અઠવાડિયા પછી થશે.. રાજ્યએ આગામી ત્રણ-ચાર મહિનાની માંગ રજૂ કરવી જોઈએ અને અગાઉથી ચૂકવણી કરવી જોઈએ. પંજાબ સરકારે હજી સુધી આગોતરા ચુકવણી કરી નથી. જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ છે.

રાજ્યોને જવાબદારી સોંપવામાં આવી છે

પ્રથમ તબક્કાના વિપરીત, આ તબક્કે આ રસી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને સીધી કંપનીઓ પાસેથી રસી ખરીદવાની મંજૂરી આપી છે. આ માટે, રસી ઉત્પાદકોને તેમના ઉત્પાદનનો 50 ટકા સીધો રાજ્યો અને ખાનગી કેન્દ્રો પર વેચવાનું કહેવામાં આવ્યું છે. બાકીની 50 ટકા રસી કેન્દ્ર સરકાર દ્વારા ખરીદવાનું ચાલુ રાખશે, જેથી વિવિધ અગ્રતા જૂથોનું  રસીકરણ પહેલાની જેમ ચાલુ રહેશે. સીરમ સંસ્થાએ રાજ્યો માટે કોવિશિલ્ડની કિંમત 300 રૂપિયા અને ખાનગી કેન્દ્રો માટે 600 રૂપિયા નક્કી કરી છે. તે જ સમયે, ભારત બાયોટેકે રાજ્યોને 400 રૂપિયાના દરે કોવાક્સિન અને ખાનગી કેન્દ્રોને ડોઝ દીઠ 1200 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.