Not Set/ તાનાજીમાં ઇતિહાસના તથ્યોમાં છેડછાડ: સૈફ અલી ખાને વટાણા વેરતા લોકો ભડકયા

સૈફ અલી ખાન આજકાલ તેના નિવેદનને કારણે ટ્રોલ થઇ રહ્યો છે. તેણે કહ્યું કે ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ માં ઇતિહાસના તથ્યોને લઈને છેડછાડ કરવામાં આવી જે જોખમી છે. આ સાથે સૈફે એમ પણ કહ્યું હતું કે મારું માનવું છે કે બ્રિટિશરોએ પહેલીવાર ભારતનો વિચાર આપ્યો હતો.આ અગાઉ આવો વિચાર કોઈએ નહોતો આપ્યો.ભારતના અસ્તિત્વ પર સવાલ […]

Top Stories Entertainment
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi તાનાજીમાં ઇતિહાસના તથ્યોમાં છેડછાડ: સૈફ અલી ખાને વટાણા વેરતા લોકો ભડકયા

સૈફ અલી ખાન આજકાલ તેના નિવેદનને કારણે ટ્રોલ થઇ રહ્યો છે. તેણે કહ્યું કે ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ માં ઇતિહાસના તથ્યોને લઈને છેડછાડ કરવામાં આવી જે જોખમી છે. આ સાથે સૈફે એમ પણ કહ્યું હતું કે મારું માનવું છે કે બ્રિટિશરોએ પહેલીવાર ભારતનો વિચાર આપ્યો હતો.આ અગાઉ આવો વિચાર કોઈએ નહોતો આપ્યો.ભારતના અસ્તિત્વ પર સવાલ ઉભા કરનારા આ નિવેદન અંગે સૈફને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

કેટલાક લોકો તેમના બાળકોનું નામ તૈમૂર રાખે છે

આ અંગે ભાજપ નેતા મીનાક્ષી લેખીએ ટ્વિટ કરીને કહ્યું કે તુર્ક પણ તૈમૂરને ક્રૂર માનતા હતા, પરંતુ કેટલાક લોકો તૈમૂરના નામ પરથી તેમના બાળકોનું નામ રાખી રહ્યા છે. જો કે, જ્યારે સૈફ અને કરીનાએ તેમના પુત્રનું નામ તૈમૂર રાખ્યું હતું, ત્યારે આને લઈને ઘણા વિવાદ થયા હતા. તૈમૂરને એક તુર્ક શાસક હતો. તૈમૂરે 14 મી સદીમાં દિલ્હી અને કાશ્મીરમાં મોટા પ્રમાણમાં લૂંટ ચલાવી હતી. તૈમૂર લૂંટ અને કતલ માટે જાણીતો બન્યો. નામના વિવાદ પર, કરીનાએ સ્પષ્ટ કર્યું હતું કે મને તૈમૂર નામનો અર્થ ગમ્યો, તેથી મેં મારા પુત્રનું નામ તૈમૂર રાખ્યું.

https://twitter.com/intent/like?tweet_id=1218968873380139009

તારિક ફતેહએ મીનાક્ષી લેખીની સાથે સૈફને પણ ઠપકો  આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર- તેમણે કહ્યું હતું કે જો બ્રિટિશરોના આગમન સુધી ભારતની કલ્પના ન હોત તો  ઈસ્ટ ઈન્ડિયા કંપની શું હતી ? વાસ્કો ડી ગામા માટે ભારત ફીજી નહોતુ.

કંગનાએ પૂછ્યું, તે સમયે મહાભારત શું હતું?

સૈફના નિવેદન પર બોલિવૂડની ક્વીન કંગના રનૌતએ પણ એક નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું જો ભારત ન હોત તો મહાભારત શું હતું? 5 હજાર વર્ષ પહેલાં શું લખ્યું હતું? વેદ વ્યાસ એટલે શું?

શું છે સૈફનું નિવેદન

પત્રકાર અનુપમા ચોપરાને આપેલી મુલાકાતમાં સૈફે કહ્યું કે મારું માનવું છે કે બ્રિટિશરોએ ભારતનો ખ્યાલ આપ્યો હતો. કદાચ પહેલાં નહીં. આ સત્ય છે. આ મુલાકાતમાં સૈફે કહ્યું હતું કે ‘તનાજી’માં જે બતાવવામાં આવ્યું છે તે ઇતિહાસનો ભાગ નથી. ઐતિહાસિક તથ્યો સાથે ચેડા કરવું એ ખોટું છે. મારી ભૂમિકા એકદમ રસપ્રદ હતી. કેટલાક કારણોસર હું વલણ અપનાવી શક્યો નહીં. હું કદાચ તે પછીની વખતે ન કરું. ઇતિહાસ શું છે, હું સારી રીતે જાણું છું ફિલ્મની વ્યાવસાયિક સફળતા માટે ઇતિહાસનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો. તેમણે એક વાતચીતને ટાંકીને કહ્યું કે કબીર ખાને કહ્યું હતું કે તે નબળા અભિનય અને સ્ક્રિપ્ટને સહન કરશે, પરંતુ વ્યવસાયિક સફળતા માટે ઇતિહાસના તથ્યો સાથે ચેડા નહિ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.