મહેસાણા/ દૂધસાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલે તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર મોટો ફટકો

દૂધસાગર ડેરીમાં થયેલા બોગસ પગાર કૌભાંડ કેસમાં તત્કાલીન ચેરમેન અને તત્કાલીન વાઇસ ચેરમેનને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 08T195254.609 દૂધસાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલે તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર મોટો ફટકો
  • મહેસાણાઃ દૂધસાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલો
  • 14.89 કરોડનું કૌભાંડ આચરવાની દાખલ થઈ હતી ફરિયાદ
  • વિપુલ ચૌધરી, તત્કાલીન ચેરમેન અને વા. ચેરમેન સામે ફરિયાદ
  • તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર મોટો ફટકો

@અલ્પેશ પટેલ 

Mehsana News: દૂધસાગર ડેરીમાં થયેલા બોગસ પગાર કૌભાંડ કેસમાં તત્કાલીન ચેરમેન અને તત્કાલીન વાઇસ ચેરમેનને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે.વર્ષ 2021માં વિપુલ ચૌધરીને સાગર દાણ કૌભાંડ કેસમાં 22 કરોડની રકમ ભરપાઈ કરવાના હાઇકોર્ટના આદેશ બાદ ડેરીના તત્કાલીન વહીવટકર્તાઓએ બોનસ પગાર કૌભાંડ આચર્યું હતું.જેમાં કર્મચારીઓના નામે 14.89 કરોડ જેટલો બોનસ પગાર ઉધારી કર્મચારીઓને ચૂકવ્યા વિના પરત લઈ લેવાયા હતા.

આ મામલે તપાસ બાદ વર્ષ 2021માં તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર અને વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને ડેરીના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ ફરિયાદમાં રાહત મેળવવા તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર અને તત્કાલીન વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરીએ અમદાવાદ સિટી સેસન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી.જો કે એક વર્ષ જેટલી લાંબી સુનાવણી બાદ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.

મહત્વપૂર્ણ છે કે આ કેસમાં 2400 જેટલા કર્મચારી સાક્ષી તરીકે લેવામાં આવ્યા છે.હવે કોર્ટે અરજી ફગાવી દેતા આશાબેન ઠાકોર અને મોંઘજીભાઈ ચૌધરીને ટ્રાયલ ફેસ કરવો પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: