Not Set/ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેમ લડશે ચૂંટણી? જાણો

અમદાવાદ, — અમિત શાહની ગાંધીનગર લોકસભા માટે પસંદગી — ભાજપ માટે ગાંધીનગર સબ સલામત સમાન સીટ — લોકસભામાં ઝૂકાવીને અનેક રાજકીય પરિવર્તનની શક્યતા — સંગઠન પછી હવે સરકારમાં પણ સ્થાન લેવાની કટિબદ્ધતા — ગુજરાતમાં 26 નો સંકલ્પ સાકાર કરવાની દિશામાં નિર્ણય — વર્ષ-2019 પછી 2024ના સંદર્ભમાં પણ મહત્વનો નિર્ણય ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો માટે યોજાનારી […]

Top Stories Gujarat Politics
amit shah અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેમ લડશે ચૂંટણી? જાણો

અમદાવાદ,

— અમિત શાહની ગાંધીનગર લોકસભા માટે પસંદગી

— ભાજપ માટે ગાંધીનગર સબ સલામત સમાન સીટ

— લોકસભામાં ઝૂકાવીને અનેક રાજકીય પરિવર્તનની શક્યતા

— સંગઠન પછી હવે સરકારમાં પણ સ્થાન લેવાની કટિબદ્ધતા

— ગુજરાતમાં 26 નો સંકલ્પ સાકાર કરવાની દિશામાં નિર્ણય

— વર્ષ-2019 પછી 2024ના સંદર્ભમાં પણ મહત્વનો નિર્ણય

ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો માટે યોજાનારી ચૂંટણી પૈકી સૌથી રસપ્રદ ચૂંટણીજંગ ગાંધીનગર લોકસભા બેઠક પર રહેશે. કારણ છે., આ બેઠક પર સમગ્ર દેશની મીટ જેના પર મંડાયેલી છે. તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણીજંગમાં ઝૂકાવ્યું છે. ત્યારે અમિત શાહે આ બેઠક કેમ પસંદ કરી. તેના કારણ અને તારણ અંગે જોઇએ મંતવ્યન્યૂઝનો આ ખાસ અહેવાલ.

લોકસભા ચૂંટણી માટે એલાન થઇ ગયું છે. ગુજરાતમાં 26 બેઠકો માટે ચૂંટણીજંગ ખેલાવાનો છે..ત્યારે 26 પૈકી સૌ-પ્રથમ બેઠક ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી , તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝૂકાવવાની સત્તાવાર જાહેરાત થઇ ગઇ છે. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેમ ઝૂકાવશે. તેના કારણ જોઇએ તો, સૌ-પ્રથમ તેમના નામ માત્રથી જ ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર થઇ શકે. બીજુ ગાંધીનગર લોકસભા ભાજપ માટે સૌથી સલામત બેઠક પરિણામે સારી સરસાઇથી બેઠક જાળવી શકાશે. વર્ષ-2014માં ગુજરાતની તમામ 26 અકબંધ બેઠકો, વર્ષ-2019માં તેનું  પુનરાવર્તન. ભાજપમાં પ્રવર્તેલાં અસંતોષને ડામવા. સંગઠન બાદ હવે સરકારમાં સ્થાન લેવા અને વર્ષ-2024ને કેન્દ્રસ્થાને રાખીને આ સમગ્ર નિર્ણય કરવામાં આવ્યો હોવાની ચર્ચા રાજકીય તજજ્ઞોમાં થઇ રહી છે. ભાજપના નેતાઓએ પણ અમિત શાહની પસંદગીના કારણે ખુશી વ્યક્ત કરી છે.

ભાજપના પાયોનિયર અને ગાંધીનગરની બેઠક પર સતત છ ટર્મ સુધી ચૂંટાયેલાં લાલકૃષઅણ અડવાણીના સ્થાને અમિત શાહની પસંદગી થતાં તેઓ ત્રીજા કેન્દ્રીય નેતા બન્યા છે. જેઓએ ગાંધીનગર લોકસભામાં ઝૂકાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સંગઠનને સુદ્રઢ કર્યા પછી હવે તેઓ સરકારમાં પણ સુદ્રઢ વહીવટ માટે યોગદાન આપી શકશે. અમિત શાહના નિકટવર્તી પાસેથી જાણવા મળ્યા મુજબ, અમિત શાહ લોકસભાની ચૂંટણી જીતતાં રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી સરકારમાં સામેલ થશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી તેઓનું સ્થાન બીજા નંબરનું રહેવાની સંભાવના પ્રબળ છે. તેઓને ગૃહ , નાણાં કે રક્ષા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવવાની ચર્ચા છે. તો અમિત શાહ નાગરિકો સાથે સીધા સંપર્કમાં રહેવાય તેવો વિભાગ પસંદ કરવાની પણ ચર્ચા છે. આ દ્રષ્ટિએ અમિત શાહ આરોગ્યમંત્રાલયની જવાબદારી સ્વીકારી શકે. હાલ આ જવાબદારી જે.પી.નંદા  નિભાવી રહ્યાં છે.

ત્યારે તેઓને સંગઠનની મહત્વની જવાબદારી સોંપવામાં આવે અને તેમનું સ્થાન અમિત શાહ સંભાળી શકે છે. સૌથી મહત્વની પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ-2019 પછી વર્ષ-2024માં પણ નેતૃત્વ જાળવી રાખશે એ સંભાવનાના પગલે ભાવિ આયોજન હેતુ વર્ષ-2024માં સ્વેચ્છાએ નરેન્દ્ર મોદી સરકારમાંથી નિવૃત્ત થઇને વડાપ્રધાન પદના હકદાર તરીકે અમિત શાહની પસંદગી પણ કરી શકતાં હોવાની વાતને રાજકીય નિષ્ણાત કરી રહ્યાં છે. જો..અને તો..માં રચાયેલાં આ રાજકીય સમીકરણમાં હાલ તો અમિત શાહ લાલકૃષ્ણ અડવાણીના અનુગામી બની રહ્યાં છે. પરિણામે હવે નરેન્દ્ર મોદી ગુજરાતની કોઇ બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં ઝૂકાવશે નહીં તે નિશ્ચિત છે.  ત્યારે લોકસભા ચૂંટણી – 2019માં અડવાણીએ મેળવેલી 4 લાખથી વધુ મતની સરસાઇ અમિત શાહ મેળવી શકશે કે કેમ અને વર્તમાન સામાજિક સમીકરણ પણ તેમની જીત માટે કેવા રહેશે. તે પણ જોવાનું રહેશે.