Not Set/ ભાજપની હાલત પર અખિલેશ યાદવનો કટાક્ષ, જનતાએ ‘દીદી ઓ દીદી’ નો આપ્યો જવાબ

બંગાળનાં વલણોમાં ટીએમસી 200 થી વધુ બેઠકો પર આગળ છે. વલણોમાં ટીમએસની જીત નજર આવતા ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કરી ભાજપ પર કટાક્ષ કર્યો છે.

Top Stories India
123 12 ભાજપની હાલત પર અખિલેશ યાદવનો કટાક્ષ, જનતાએ 'દીદી ઓ દીદી' નો આપ્યો જવાબ

આજે સવારે 8 વાગ્યાથી પશ્ચિમ બંગાળ સહિત દેશનાં પાચ રાજ્યોની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહી મમતાનો જાદુ એકવાર ફરી દેખાઇ રહ્યો છે. વલણોમાં ટીએમસીને 200+ બેઠકો મળી રહી છે, જ્યારે ભાજપ 100 નો આંકડો પણ પાર કરી શક્યુ નથી.

આપને જણાવી દઇએ કે, બંગાળનાં વલણોમાં ટીએમસી 200 થી વધુ બેઠકો પર આગળ છે. વલણોમાં ટીમએસની જીત નજર આવતા ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કરી ભાજપ પર કટાક્ષ કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની નફરતની રાજનીતિને હરાવતી જાગૃત જનતા, લડતી સુશ્રી મમતા બેનર્જી અને ટીએમસીનાં સમર્પિત નેતાઓ અને કાર્યકરોને હાર્દિક અભિનંદન! ભાજપ તરફથી મહિલા પર અપમાનજનક કટાક્ષ ‘દીદી ઓ દીદી’ ને લોકોએ આપેલ આ યોગ્ય જવાબ છે.

વલણોમાં ટીએમસીનાં પ્રદર્શનને જોતાં પ્રતિબંધ છતાં રસ્તાઓ પર ઉજવણી શરૂ થઈ ગઈ છે. કોલકાતાનાં કાલીઘાટથી આસનસોલ સુધી, ટીએમસીનાં કાર્યકરો પરિણામ પૂર્વે વિજયની ઉજવણી કરવા રસ્તા પર ઉતર્યા હતા. જણાવી દઇએ કે, સવારથી જ બંગાળની નંદીગ્રામ બેઠક પર પાછળ ચાલી રહેલા મમતા બેનર્જી હવે આગળ ચાલી રહ્યા છે. વલણોમાં આ પહેલીવાર છે જ્યારે મમતા બેનર્જીએ શુભેન્દુ અધિકારીને પાછળ છોડી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે, મમતા બેનર્જી હવે લગભગ 1500 મતોથી ભાજપનાં શુભેન્દુ અધિકારીથી આગળ છે. ઉલ્લેખનીય છે કે, વલણો અનુસાર મમતા બેનર્જીની ટીએમસી ફરી એક વખત સત્તામાં હેટ્રિક લગાવશે. અત્યાર સુધીનાં વલણો વિશે વાત કરીએ તો, ટીએમસી બહુમતીનાં આંકડા કરતા ઘણી આગળ નીકળી ગઇ છે. તો વળી ભાજપને પણ ઘણો ફાયદો મળે તેમ લાગી રહ્યુ છે. જો કે, ભાજપે આ વખતે જે રીતે બંગાળ ફતેહનો દાવો કર્યો હતો, તેની હવા ચોક્કસપણે નિકળી રહી છે. પશ્ચિમ બંગાળની તમામ 292 બેઠકોનાં વલણો સામે આવ્યા છે. વલણોમાં, મમતા બેનર્જી ફરી એકવાર સરકાર બનાવતી જોવા મળે છે. વલણો અનુસાર ટીએમસી 202 બેઠકો પર આગળ છે. તો વળી ભાજપ 87 બેઠકો પર આગળ છે. આ ચૂંટણીમાં ભાજપે તેના 4 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. પાર્ટીને આશા હતી કે, સાંસદ જીતીને વિધાનસભા સુધી પહોંચશે અને તેમના કારણે ભાજપ બંગાળમાં ભગવો ફરકાવવામાં પણ સફળ થશે. પરંતુ ભાજપનો આ દાવ સંપૂર્ણ વિરુદ્ધ સાબિત થઈ રહ્યો છે. વલણો મુજબ ભાજપને મોટો ફટકો પડી રહ્યો છે. આ સમયે તેમના ચારેય સાંસદ પાછળ ચાલી રહ્યા છે.

Untitled ભાજપની હાલત પર અખિલેશ યાદવનો કટાક્ષ, જનતાએ 'દીદી ઓ દીદી' નો આપ્યો જવાબ