Gujarat election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણી મોડી નહીં વહેલી જાહેર કરાઈઃ ચૂંટણીપંચ

ગુજરાત વિધાનસભા ચૂંટણી મોડી જાહેર કરવા અંગે ચૂંટણીપંચે ચૂંટણી મોડી જાહેર કરાશે તેવી અટકળોને ફગાવી દેતા જણાવ્યું હતું કે ચૂંટણી વહેલી જાહેર કરવામાં આવી છે.

Top Stories Gujarat
rajiv kumar chiefelection commissioner 1 ગુજરાત વિધાનસભા ચૂંટણી મોડી નહીં વહેલી જાહેર કરાઈઃ ચૂંટણીપંચ
  • ગુજરાત વિધાનસભાની મુદત ફેબ્રુઆરી 2023માં પૂરી થશે
  • ગુજરાતની ચૂંટણી પાંચમી ડિસેમ્બરે જ પૂરી થઈ જશે
  • વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવાના 72 દિવસ પહેલા ચૂંટણી યોજાઈ જશે
  • પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવ પહેલા જ ચૂંટણી યોજાઈ જશે

Gujarat Election 2022 મોડી જાહેર કરવા અંગે ચૂંટણીપંચે (Election comission) ચૂંટણી મોડી જાહેર કરાશે તેવી અટકળોને ફગાવી દેતા જણાવ્યું હતું કે ચૂંટણી (Election) વહેલી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની મુદત છેક ફેબ્રુઆરી 2023માં પૂરી થાય છે. જ્યારે વિધાનસભા ચૂંટણીને પાંચ ડિસેમ્બરે પૂરી થઈ જશે. મોરબી દુર્ઘટનાના લીધે એક સમયે તેવી શંકા સેવાતી હતી કે વિધાનસભા ચૂંટણી મોડી જાહેર કરાશે, પરંતુ આ ચૂંટણી મોડી જાહેર કરવાના બદલે વહેલી જાહેર કરવામાં આવી છે.

બીજા શબ્દોમાં કહીએ તો પ્રમુખસ્વામીના જન્મશતાબ્દી મહોત્સવ (Pramukh Janmshatabdi mahotsav) પહેલા જ ચૂંટણી યોજાઈ જશે. રાજ્યમાં 10થી 14 ડિસેમ્બર દરમિયાન પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવ યોજાવવાનો છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી જાહેર કરતા કેન્દ્રીય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી મોડી નહી વહેલી જાહેર કરાઈ છે. વર્તમાન ગુજરાત વિધાનસભાની મુદત ફેબ્રુઆરી 2023માં પૂર્ણ થાય છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી 5 ડિસેમ્બરે પૂર્ણ થઈ જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની સાથે જ 8 ડિસેમ્બરે હાથ ધરાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મોડી જાહેર કરવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી જાહેર કર્યાના દિવસથી ગુજરાત વિધાનસભાની મુદત પૂર્ણ થવામાં 110 દિવસ બાકી રહે છે. આ ઉપરાંત જો મતગણતરીના દિવસથી વર્તમાન ગુજરાત વિધાનસભાની મુદત જોઈએ તો, 72 દિવસ બાકી રહે છે. એટલે કે મતગણતરીના 72માં દિવસે વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવા કેન્દ્રીય ચૂંટણી પંચે યોજેલી પત્રકાર પરિષદમાં ગુજરાતમાં ચૂંટણી કેમ મોડેથી જાહેર કરાઈ છે તેવા પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, મોડી નહી વહેલી છે. વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્ણ થાય છે. કોઈ પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરતા પૂર્વે અનેક પરિબળોને ધ્યાન પર લેવાના હોય છે. ખાસ કરીને હવામાન, વિધાનસભાની મુદત ક્યારે પૂર્ણ થાય છે તે પણ જોવામાં આવે છે.

ચૂંટણી પંચ નિષ્પક્ષ હોવા અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે (chief election comissionar) કહ્યુ કે, અમે ગમે એટલુ કહીશુ પણ અમે નિષ્પક્ષ હોવા અંગેની જાણકારી અમારા કાર્યથી જ જાણી શકશો. ભૂતકાળમાં પણ અનેક રાજકીય પક્ષોએ ઈવીએમ ઉપર શંકા ઉઠાવી હતી. આ જ ચૂંટણીમાં સવાલ ઉઠાવનાર રાજકીય પક્ષના ઉમેદવાર જીતી જાય તો કશુ કહેતા નથી. એવુ જ પરિણામ બાબતે પણ છે. જો તેમના ઉમેદવાર જીતી જાય તો કરાયેલી તમામ ફરિયાદ માત્ર કાગળ પરજ રહેવા દેવા કહેવામાં આવે છે. પંચ હંમેશા નિષ્પક્ષ રહ્યું છે અને રહેશે.