Surendranagar/ ખેરવા ગામ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ

સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવામાં આવી છે તે અંગે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાને સરકારી આયુર્વેદ કોલેજ ફાળવવામાં આવી છે, જેનો લાભ જિલ્લાના વિદ્યાર્થીઓને મળશે. સામાન્ય ફી ભરીને જિલ્લાનો વિદ્યાર્થી હવે ડોક્ટર બની શકશે. આ ઉપરાંત જિલ્લાને કેન્દ્રીય વિદ્યાલય પણ આપવામાં આવી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 27T184102.407 ખેરવા ગામ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ

@પ્રિયકાંત ચાવડા

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ અને મહિલા બાળ વિકાસ કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રૂપિયા ૧૩.૫૦ લાખની એમ્બ્યુલન્સ ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળવાથી આજુબાજુના ૧૪ ગામના લોકોને આરોગ્યની વધુ સુવિધા મળશે.

WhatsApp Image 2024 02 27 at 5.02.23 PM ખેરવા ગામ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવી શકાય તેવા હેતુથી આયુષ્માન ભારત જેવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ આજે છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ મળવાથી આજુબાજુના ગામલોકો માટે આરોગ્યની સુવિધામાં વધારો થશે. આ એમ્બ્યુલન્સ આવવાથી દર્દીને ઇમરજન્સીના સમયે ઝડપથી હોસ્પિટલમાં પહોંચાડી સારવાર કરાવી શકાશે. આ વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ ખૂબ ઉપયોગી સાબિત થશે.

WhatsApp Image 2024 02 27 at 5.02.22 PM ખેરવા ગામ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ

સાંસદને મળતી ગ્રાન્ટમાંથી આરોગ્ય અને શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમ જણાવતા કેન્દ્રીય રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં સંસદીય વિસ્તારમાં 35 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. 3 વૈકુંઠ રથો પણ વિવિધ વિસ્તારમાં આપવામાં આવ્યા છે. શિક્ષણની સુવિધા અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે સંસદીય વિસ્તારમાં 20 લાઇબ્રેરી તેમજ જિલ્લાની વિવિધ શાળાઓમાં પ્રયોગશાળા તેમજ કોમ્પ્યુટર લેબ સહિતના સાધનોની ફાળવણી કરવામાં આવી છે.

સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવામાં આવી છે તે અંગે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાને સરકારી આયુર્વેદ કોલેજ ફાળવવામાં આવી છે, જેનો લાભ જિલ્લાના વિદ્યાર્થીઓને મળશે. સામાન્ય ફી ભરીને જિલ્લાનો વિદ્યાર્થી હવે ડોક્ટર બની શકશે. આ ઉપરાંત જિલ્લાને કેન્દ્રીય વિદ્યાલય પણ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડ્રાઇવર અશરફ ખાનના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન પટેલ, અગ્રણી સર્વ એન.કે.રાઠોડ, નરેન્દ્રભાઇ મુંજપરા, જીગ્નેશ રાઠોડ, પ્રવિણાબેન પટેલ, પંકજભાઈ પટેલ, હિતેશભાઈ, મયાભાઈ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ, ઇન્ચાર્જ મામલતદાર ધવલ પુરોહિત, તાલુકા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીસહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નેહા કક્કરે તેના પતિ રોહનપ્રીત વિશે કર્યો ખુલાસો, જેટલું ધ્યાન આપવાનું હતું એટલું આપી દીધુ…

આ પણ વાંચો:ભારતમાં સૌથી વધુ ગરીબો રૂપિયા 1373 ખર્ચે છે, જાણો NSSO સર્વેક્ષણ શું કહે છે…

આ પણ વાંચો:Murder/ 10 વર્ષના બાળકનું અપહરણ, પૈસા ન મળતાં હત્યા કરી દેવાઈ