Not Set/ આ ભારતીય બોલરો છે સર્વશ્રેષ્ઠ : વિદેશી ધરતી પર પણ દેખાડ્યો પરચો

વિદેશી ધરતી પર ભારતીય બોલરો માટે 20 વિકેટ પહેલા ખૂબ જ મોટી વાત માનવામાં આવતી હતી. દિગ્ગજ કપિલ દેવ, જવાગલ શ્રીનાથે ઘણી વખત ટોપ ઓર્ડરને તો ધ્વસ્ત કર્યા હતા પરંતુ તે પણ વિપક્ષી ટીમની 20 વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા. જ્યારે હવે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાએ બેટિંગ લાઈન અપમાં ફેરફાર કરવા પડ્યા હોય. પરંતુ ભારતીય બોલરોનો […]

Top Stories Sports
GettyImages 1020804850 આ ભારતીય બોલરો છે સર્વશ્રેષ્ઠ : વિદેશી ધરતી પર પણ દેખાડ્યો પરચો

વિદેશી ધરતી પર ભારતીય બોલરો માટે 20 વિકેટ પહેલા ખૂબ જ મોટી વાત માનવામાં આવતી હતી. દિગ્ગજ કપિલ દેવ, જવાગલ શ્રીનાથે ઘણી વખત ટોપ ઓર્ડરને તો ધ્વસ્ત કર્યા હતા પરંતુ તે પણ વિપક્ષી ટીમની 20 વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા. જ્યારે હવે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાએ બેટિંગ લાઈન અપમાં ફેરફાર કરવા પડ્યા હોય. પરંતુ ભારતીય બોલરોનો વિદેશી ધરતી પર દેખાવ સારો રહ્યો છે. વિદેશી ધરતી પર રમાયેલ છેલ્લી 6 ટેસ્ટ મેચમાંથી 5 વખત વિપક્ષી ટીમની પૂરી 20 વિકેટ લીધી છે.

thequint2F2018 072Fd30beaa5 bb71 40a9 b62c 202cff2430dc2FUntitled design 1 e1535206876390 આ ભારતીય બોલરો છે સર્વશ્રેષ્ઠ : વિદેશી ધરતી પર પણ દેખાડ્યો પરચો

ભારતે ગત 6 માંથી 3 ટેસ્ટ સાઉથ આફ્રિકામાં રમી અને 3 ઈંગ્લેન્ડમાં. કોચ રવિ શાસ્ત્રીએ નોટિંધમ ટેસ્ટ બાદ જણાવ્યુ હતું કે, આ ભારતનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ આક્રમણ છે. ભારતે વર્ષ 1986માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી, જ્યારે ઈંગ્લેન્ડને સતત તેણે ઓલઆઉટ કરવામાં સફળતા મેળવી.

kumar 2980046b e1535206899916 આ ભારતીય બોલરો છે સર્વશ્રેષ્ઠ : વિદેશી ધરતી પર પણ દેખાડ્યો પરચો

જાકે ત્યારે ઈંગ્લેન્ડની ટીમના સભ્ય રહેલ માઈકલ હોલ્ડિંગનુ માનવુ છે કે તે પેસ ફાસ્ટ બોલિંગ એટેક વિપક્ષી ટીમના ખેલાડીઓમાં ડર ઉભો નહતા કરી શક્તા, ભલે તે પ્રભાવી રહ્યા હોય. હોલ્ડિંગનું કહેવુ છે કે કપિલ દેવ સ્વિંગ સાથે ખૂબ જ શાનદાર હતા, પરંતુ તેમની પાસે ઝડપ નહતી અને તમે મદનલાલ જેવા બોલરો સામે સમગ્ર દિવસ ફ્રંટ ફૂટ પર રમી શક્તા હતા.

ઈશાંત શર્મા, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડ સામે ગત ત્રણ ટેસ્ટ રમી છે અને તેમણે પોતાને સાબિત કર્યા છે. ઈશાંતે 3 મેચમાં 11, હાર્દિકે 9 અને શમીએ 8 વિકેટ ઝડપી. જ્યારે ત્રીજી ટેસ્ટમાં બુમરાહને તક મળતા તેણે બીજી ઈનિંગમાં 5 વિકેટ લઈને ઈંગ્લેન્ડના બેટ્‌સમેનોની કમર ભાંગી નાખી હતી. આમ પહેલા કરતા અત્યારનુ બોલિંગ આક્રમણ ભારતીય ટીમ પાસે ખૂબ જ મજબુત છે.