Elon Musk/ X યુઝર્સને લાઈક અને કોમેન્ટ માટે આપવા પડશે પૈસા? એલોન મસ્કે જણાવ્યું આ કારણ

એલોન મસ્કે જાહેરાત કરી છે કે યુઝર્સને હવે પ્લેટફોર્મ પર લાઈક્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ માટે ચૂકવણી કરવી પડશે.

Trending Tech & Auto
YouTube Thumbnail 2024 04 16T184003.855 X યુઝર્સને લાઈક અને કોમેન્ટ માટે આપવા પડશે પૈસા? એલોન મસ્કે જણાવ્યું આ કારણ

Elon Musk Making X Paid : એક સમયે ટ્વિટર તરીકે ઓળખાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના યુઝર્સને મોટો આંચકો લાગ્યો છે. કંપનીના ચીફ એલોન મસ્કે જાહેરાત કરી છે કે યુઝર્સને હવે પ્લેટફોર્મ પર લાઈક્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ માટે ચૂકવણી કરવી પડશે. મસ્કે આ પગલું ભરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. જોકે, યુઝર્સ આનાથી ખુશ નથી.

રિપોર્ટ્સ અનુસાર, હવે નવા X યુઝર્સે પોસ્ટ, લાઈક અથવા પોસ્ટનો જવાબ આપવા માટે ફી ચૂકવવી પડશે. આ માટે વાર્ષિક પેમેન્ટ પ્લાન લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. રંપનીએ ન્યુઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં તેનું પરીક્ષણ કર્યું હતું જે મોટાભાગે સફળ હોવાનું કહેવાય છે.

શું કહ્યું એલોન મસ્કે?

આવું પગલું ભરવા પાછળના કારણનો જવાબ ખુદ એલોન મસ્કે આપ્યો છે. તેમણે કહ્યું કે ફી લાદવાથી બોટોની સમસ્યા ઘણી હદે હલ થઈ જશે. આ સિવાય ફેક એકાઉન્ટનો પડકાર પણ ઉકેલવામાં આવશે. મસ્કે આ પગલાને યુઝર્સ માટે ફાયદાકારક ગણાવ્યું છે, પરંતુ X યુઝર્સમાં આને લઈને ભારે નારાજગી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારત મુલાકાત પહેલા જ એલોન મસ્કની દિગ્ગજ કંપની TaTa સાથે થયો મોટો કરાર

આ પણ વાંચો:કાર અકસ્માતો વધવા પાછળ આ છે મહત્વનું કારણ, જાણો કારના આ ફીચર્સ વિશે

આ પણ વાંચો:Elon Musk ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ લાવશે, પ્લાન કરાયો જાહેર, સિમ વગર પણ થશે કોલિંગ

આ પણ વાંચો:ઓટોમોબાઈલ સેક્ટરમાં ટુ-વ્હીલર, કાર, બસ અને ટ્રકની ભારે માંગ