Video/ ન્યાસા દેવગનનો બાળપણનો વીડિયો થયો વાયરલ,જોઇને ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા

કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન ઘણીવાર પોતાના સ્ટાઈલ તેમજ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે. તેમજ તે સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે.

Trending Entertainment
Untitled 32 1 ન્યાસા દેવગનનો બાળપણનો વીડિયો થયો વાયરલ,જોઇને ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા

હાલ ઘણા બધા સેલેબ્સના બાળકોને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે,લોકો દ્રારા ઘણી વાર તેમના તરફ સારી પ્રતિક્રિયા મળે છે તો ક્યારેક ખૂબ ખરાબ ત્યારે ફરી એક વાર સ્ટાર કીડ એટલે કે ન્યાસા દેવગનનો બાળપણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેની માતા કાજોલ અને ભાઈ યુગ સાથે જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ આ વીડિયોને લઈને લોકો સોશિયલ મીડિયા પર સ્ટારકિડને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન ઘણીવાર પોતાના સ્ટાઈલ તેમજ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે. તેમજ તે સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. તેની તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે, ન્યાસા પોતાની ફેશન સેન્સથી લોકોને પ્રભાવિત કરવાની તક ક્યારેય ચૂકતી નથી.

હવે ન્યાસાનો એક બાળપણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કાજોલ સાથે એક ઈવેન્ટમાં હાજરી આપતી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ વીડિયોને તાજેતરમાં ફિલ્મીકુકે ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન સાથે શેર કર્યો હતો,જેમાં તેને ઓળખવામાં લોકોને મુશ્કેલી પડી રહી હતી.

જેના પર સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં એક ચાહકે લખ્યું છે “ન્યાસા ઓરીને શોધી રહી છે.” બીજાએ કહ્યું, ‘મોટા સ્ટાર્સના બાળકો જ ક્યૂટ લાગે છે… તો વળી ત્રીજાએ કહ્યું જો આપણામાંથી કોઈ આ વીડિયોમાં હોત તો કોઈએ ક્યૂટ બોલ્યું ન હોત. તો કોઈએ લખ્યું- હવે જુઓ, તમે ન્યાસાને ઓળખી શકશો નહીં, જુઓ યુગ કેટલો નાનો છે.

 

View this post on Instagram

 

A post shared by FilmyCook (@filmycook)

જણાવી દઈએ કે ન્યાસા દેવગને તેની સ્કૂલ સ્ટડિ મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં કરી હતી. તેમજ તે દક્ષિણ પૂર્વ એશિયાની યુનાઈટેડ વર્લ્ડ કોલેજમાં હાઈસ્કૂલ પૂર્ણ કરવા સિંગાપોર ગઈ હતી. હાલમાં ન્યાસા સ્વિટ્ઝર્લેન્ડની ગ્લિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશનમાં ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરી રહી છે.

24 ફેબ્રુઆરી, 1999ના રોજ કાજોલ અને અજય લગ્ન ગ્રંથિમાં બંધાયા હતા, એક ઈન્ટરવ્યુંમાં તેમણે ન્યાસા વિશે જણાવતા કહ્યું હતું કે ન્યાસાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાની કોઈ યોજના નથી, તેમજ વધુ જણાવતા કહ્યું મારે શું કરવું છે? તેને તેની કારકિર્દીને સેમા આગળ વધારવી તે તેના પર નિર્ભર છે.

આ પણ વાંચો:ટીવીની ‘પ્રતિજ્ઞા’ સલમાન ખાનના શોમાં કરશે એન્ટ્રી, શું સલમાન ખાન….

આ પણ વાંચો:આશિષ વિદ્યાર્થી બીજા લગ્નને લઈને થયા ટ્રોલ, ગુસ્સામાં લાલ અભિનેતાએ કહ્યું- તો મરી જાવ?

આ પણ વાંચો:શુભમન ગિલ સાથે લગ્ન કરશે સારા અલી ખાન? અભિનેત્રીએ ખુલાસો કર્યો

આ પણ વાંચો:ભારતી-હર્ષને મોટી રાહત, કોર્ટે NCBની અરજી ફગાવી

આ પણ વાંચો:આદિપુરુષના ડિરેક્ટરે મંદિરના પરિસરમાં એક્ટ્રેસને કરી કિસ,વીડિયો આવ્યો સામે…