અમરેલીઃ અમરેલી જિલ્લાના રાજુલામાં યુવક પર એસિડ એટેક થયો છે. રાજુલાના જુની બારપટોળી નજીક આ ઘટના બની છે. શિવાભાઈ બાબુભાઈ લાખણોત્રા નામના યુવક પર એસિડ હુમલો કરવામાં આવ્યો છે. શિવાભાઈ રીક્ષામાં કપાસ ભરાવવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પર આ હુમલો થયો હતો.
ઇજાગ્રસ્ત શિવાભાઈને રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એસિટ હુમલો કરનારા અજાણ્યા હુમલાખોરો ફરાર થઈ ગયા છે. પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસનું પ્રાથમિક તારણ એવું છે કે આ હુમલો અંગત અદાવતમાં થયો હોય તેવી પૂરી સંભાવના છે.
આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો
આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા
આ પણ વાંચો:31 વર્ષીય વ્યક્તિને વર્ક ફોર્મ હોમ કરવા આવ્યો મેસેજ, પછી થયું એવું કે તે જાણીને