Not Set/ સુરત/ એસ.ટી અને ખાનગી બસોનું સંચાલન સ્થગિત

ગુજરાત રાજયમાં કોરોના વાઇરસ બેકાબૂ બનતો જઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને સુરત કોરોના વાઈરસનું ઇપીઆઇ સેન્ટર બની રહ્યું છે. સંક્રમણ વધી જતાં આખરે ફરીથી એસટી સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા કમિશનર વાહન વ્યવહારની કચેરી દ્વારા 27મી જુલાઈથી ST(સ્ટેટ ટ્રાન્સપોર્ટ) અને ખાનગી બસ સેવા આગામી […]

Gujarat Surat
1ee9ca83134dcef23c7d5c778e12f254 સુરત/ એસ.ટી અને ખાનગી બસોનું સંચાલન સ્થગિત

ગુજરાત રાજયમાં કોરોના વાઇરસ બેકાબૂ બનતો જઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને સુરત કોરોના વાઈરસનું ઇપીઆઇ સેન્ટર બની રહ્યું છે. સંક્રમણ વધી જતાં આખરે ફરીથી એસટી સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા કમિશનર વાહન વ્યવહારની કચેરી દ્વારા 27મી જુલાઈથી ST(સ્ટેટ ટ્રાન્સપોર્ટ) અને ખાનગી બસ સેવા આગામી 10 દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ ઉપડતી ખાનગી અને ST બસ સેવા સોમવાર 27મી જુલાઈથી 10 દિવસ માટે બંધ કરવા નકકી કરાયું છે, જોકે સુરત સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં ST બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે પરંતુ સુરત એસટી ડેપો બંધ કરવાનો નિર્ણય કરાતા હવે સુરત થી અન્ય શહેરો માં જવા માંગતા મુસાફરો એ અન્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.