સારા અલી ખાનનો ખુલાસો/ શુભમન ગિલ સાથે લગ્ન કરશે સારા અલી ખાન? અભિનેત્રીએ ખુલાસો કર્યો

સારા અલી ખાન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં સારાએ તેના લગ્ન વિશે કેટલાક ખુલાસા કર્યા છે.

Trending Entertainment
સારા અલી ખાન

ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ કોમેડી, સામાજિક ટિપ્પણી અને પ્રેમમાં રહેલા કપલ વિશે છે. આ ફિલ્મના સ્ટાર્સ સારા અલી ખાન અને વિકી કૌશલ આ ફિલ્મનું જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન સારા અલી ખાને તેના લગ્ન વિશે કેટલાક ખુલાસા કર્યા છે. જે હાલ વાયરલ થઈ રહ્યા છે.

જણાવી દઈએ કે સારા અલી ખાનની દાદી શર્મિલા ટાગોરે પણ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સારાને પૂછવામાં આવ્યું કે શું તે પણ તેની દાદીના પગલે ચાલીને કોઈ ક્રિકેટર સાથે લગ્ન કરશે. સારાએ આ સવાલનો ખૂબ જ સારો જવાબ આપ્યો છે. અભિનેત્રીનું કહેવું છે કે મને પ્રોફેશનથી કોઈ ફરક નથી પડતો.

સારાએ કહ્યું કે કોઈ વ્યક્તિ ક્રિકેટર કે બિઝનેસમેન હોઈ શકે છે, પરંતુ તેણે માનસિક અને બૌદ્ધિક રીતે મારી સાથે મેળ ખાવો જોઈએ. શુભમન ગિલ સાથેના સંબંધો અંગે સારાએ કહ્યું કે તે હજુ સુધી એવા વ્યક્તિને મળી નથી કે જેની સાથે તે સેટલ થઈ શકે.

શુભમન ગિલ આ દિવસોમાં સારા અલી ખાનને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. તેનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે પણ જોડાયેલું છે. આ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શુભમન ગિલ બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ચાહકો સારા સારાના નારા લગાવી રહ્યા હતા.

થોડા મહિના પહેલા તેણે સોનમ બાજવાને કહ્યું હતું કે તે સારા અલી ખાનને ડેટ કરી રહી છે, તેણે એમ પણ કહ્યું કે તે ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ અભિનેત્રી છે. અભિનેત્રીએ આ મામલે મૌન સેવી લીધું છે. બંને ઘણી વખત રેસ્ટોરન્ટમાં જમતા જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે સારા તેની દાદી જેવા ક્રિકેટર સાથે લગ્ન કરે છે કે નહીં.

આ પણ વાંચો :વિવાદ/જેનિફર મિસ્ત્રી બાદ આ અભિનેત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો :અવસાન/મહાભારતના ‘શકુની મામા’ ગૂફી પેન્ટલનું નિધન, 78 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

આ પણ વાંચો :Trailer/કાર્તિક આર્યન, કિયારા અડવાણીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટ્રેલર રિલીઝ

આ પણ વાંચો :અવસાન/પીઢ અભિનેત્રી સુલોચના લાટકરનું 94 વર્ષની વયે નિધન, અમિતાભ અને ધર્મેન્દ્ર જેવા મોટા સ્ટાર્સ સાથે કર્યુ છે કામget marr

આ પણ વાંચો :Entertainment/સુપરસ્ટાર ચિરંજીવીએ કેન્સરના સમાચારને ફેક ગણાવ્યા, કહ્યું- જાણ્યા વગર બકવાસ ન લખો