વિવાદ/ જેનિફર મિસ્ત્રી બાદ આ અભિનેત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ

જેનિફર મિસ્ત્રી બાદ મોનિકા ભદોરિયાએ પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. અભિનેત્રીએ આ શોમાં બાવરીનું પાત્ર ભજવ્યું છે.

Trending Entertainment
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

અભિનેત્રી મોનિકા ભદોરિયાએ તાજેતરમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. શોની સ્ટાર કાસ્ટ તરફથી દરરોજ કોઈના કોઈ સ્ટારને શોના મેકર અસિત મોદી સામે ફરિયાદો સામે આવી રહી છે. શોના નિર્માતા અસિત મોદીને લઈને ચાલી રહેલો વિવાદ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક શો સાથે જોડાયેલા કલાકારો સામે આવીને આરોપો લગાવી રહ્યા છે. હાલમાં જ જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા, હવે જેનિફર બાદ મોનિકા ભદોરિયાએ પણ મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર વિવાદ

મોનિકા ભદોરિયા કહે છે કે પૈસા ન આપવા માટે મહિનાઓ સુધી તેને હેરાન કરવામાં આવતી હતી અને અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે સેટ પર તેની સાથે યોગ્ય રીતે અને સરખી રીતે વાત પણ કરવામાં આવતી નથી. મોનિકા ભદૌરિયા TMKOC માં બાગાની ગર્લફ્રેન્ડ બાવરી તરીકે જોવા મળી હતી. અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલાએ શોના નિર્માતા અસીત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો ત્યારથી ટીવી શો ચર્ચામાં છે. ત્યારથી મોનિકા ભદોરિયા, શૈલેષ લોઢા, દિશા વાકાણી અને પ્રિયા આહુજા સહિતના ઘણા કલાકારોએ શો વિશે વાત કરી છે.

તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન મોનિકાએ ખુલાસો કર્યો છે કે સેટ પર તેને એટલી બધી ટોર્ચર કરવામાં આવી હતી કે તે આત્મહત્યા કરવાનું વિચારવા લાગી હતી, પરંતુ મેકર્સે તેની સાથે બોન્ડ સાઈન કરી લીધા હતા. જો તેને આ તોડ્યું, તો તેનો પગાર બંધ થઈ જશે અને અસિત મોદીએ તેને ધમકી આપી હતી કે તે ફરીથી ટીવીમાં કામ કરી શકશે નહીં. મોનિકાએ એમ પણ કહ્યું કે તે તેની બીમાર માતાને છેલ્લી વખત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શૂટિંગ સેટ પર લાવવા માંગતી હતી, જેથી તે જોઈ શકે કે તેની પુત્રી ક્યાં અને કેવી રીતે કામ કરે છે, પરંતુ સેટનું વાતાવરણ એવું હતું કે તે તેની માતાને ત્યાં લઈ જઈ શકી નહોતી.

આ પણ વાંચો: કાર્તિક આર્યન, કિયારા અડવાણીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટ્રેલર રિલીઝ

આ પણ વાંચો:પીઢ અભિનેત્રી સુલોચના લાટકરનું 94 વર્ષની વયે નિધન, અમિતાભ અને ધર્મેન્દ્ર જેવા મોટા સ્ટાર્સ સાથે કર્યુ છે કામ

આ પણ વાંચો: ‘એનિમલ’ના સેટ પરથી રણબીર કપૂરનો લૂક થયો લીક, વીડિયો વાયરલ

આ પણ વાંચો: દિગ્દર્શક-અભિનેતા આમિર રઝા હુસૈનનું 66 વર્ષની વયે નિધન