Women’s Asia Cup 2026 Final: વિમેન્સ એશિયા કપ 2026નો ખિતાબ જીત્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું એક અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. શ્રીલંકાને હરાવીને હરમનપ્રીત કૌરની (Harmanpreet Kaur ) આગેવાની હેઠળ ભારતે એશિયા કપનો ખિતાબ આઠમી વખત પોતાના નામે કર્યો. જોકે, ખિતાબ જીત્યા બાદ ટ્રોફી સાથે સેલિબ્રેશન કરવાને બદલે ભારતીય ટીમે કંઈક એવું કર્યું, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું.
Pure joy and unfiltered emotions
Catch #TeamIndia‘s heartwarming moments after sealing the #WomensAsiaCup triumph #INDvSL pic.twitter.com/e4zYfBAvSE
— BCCI Women (@BCCIWomen) September 14, 2026
ટ્રોફી લેવાનો કર્યો ઇનકાર
ફાઇનલમાં જીત બાદ ભારતીય ટીમે પ્રેઝન્ટેશન સેરેમનીમાં ટ્રોફી સ્વીકારવાનું ટાળ્યું. આ ઘટનાને લઈને અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ટ્રોફી આપનાર સમારોહમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસિન નકવીની હાજરી હતી. તેમની પાસેથી ટ્રોફી ન લેવાના નિર્ણય બાદ ભારતીય ટીમ પ્રેઝન્ટેશનમાં(Harmanpreet Kaur ) પણ પહોંચી નહોતી. આ પહેલા 2025માં પુરુષોની ભારતીય ટીમે પણ પાકિસ્તાન સામેની ફાઇનલ જીત બાદ ટ્રોફી ન લેવાનો નિર્ણય કર્યો હતો.

ટ્રોફીની જગ્યાએ હાથમાં આવી પાણીની બોટલ
જ્યારે ભારતીય ખેલાડીઓ મેદાન પર વિજયની તસવીર માટે એકઠા થયા ત્યારે ટીમની સાથી ખેલાડીઓએ હરમનપ્રીત કૌરના(Harmanpreet Kaur ) હાથમાં પાણીની બોટલ આપી. ત્યારબાદ ટીમના સભ્યોએ તેમને આ બોટલને ટ્રોફીની જેમ ઉપર ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા. હરમનપ્રીતે પણ હસતાં ચહેરે પાણીની બોટલને હાથમાં ઊંચી કરી. તેમનો આ અંદાજ એટલો મજેદાર હતો કે આસપાસ ઉભેલી ટીમની ખેલાડીઓ પણ હસવા લાગી.
Indian Team celebrating with water bottle #AsiaCup #Women‘sAsiaCup pic.twitter.com/qLt2OWEtS2
— Darshika (@DarshikaRai3) September 14, 2026
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
હરમનપ્રીત કૌરના(Harmanpreet Kaur ) આ અનોખા સેલિબ્રેશનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ ભારતીય ટીમના આ હળવા-ફુલકા અંદાજની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા ચાહકોનું કહેવું છે કે ટીમે ટ્રોફી હાથમાં ન લીધી હોવા છતાં પોતાની જીતનો ઉત્સાહ જરાય ઓછો થવા દીધો નથી. પાણીની બોટલને જ ટ્રોફી બનાવીને ઉજવણી કરવાના હરમનપ્રીતના અંદાજે એશિયા કપની જીતને વધુ યાદગાર બનાવી દીધી છે.
