Ranbir Kapoor/ ‘એનિમલ’ના સેટ પરથી રણબીર કપૂરનો લૂક થયો લીક, વીડિયો વાયરલ

રણબીર કપૂરને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો ખૂબ જ ટેલેન્ટેડ અને હેન્ડસમ સ્ટાર કિડ માનવામાં આવે છે. લોકો તેમના કામ અને અદાઓ બંનેના દિવાના છે. તુ જૂઠી મેં મક્કાર પછી, અભિનેતા ફિલ્મ એનિમલમાં જોવા મળશે.

Trending Entertainment Videos
એનિમલ

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘ તુ જૂઠી મેં મક્કાર’ એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. ‘ પઠાણ ‘ પછી અને ‘ ધ કેરલા સ્ટોરી ‘ પહેલા, તે 2013ની બીજી ફિલ્મ હતી જેને ખુબ જ સારું કલેક્શન કર્યું હતું. આ બ્લોકબસ્ટર ફિલ્મ પછી રણબીર અત્યારે ‘એનિમલ’ માટે લાઈમલાઈટમાં જોવા મળી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મને લઈને લોકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલી એક ક્લિપ સામે આવી છે.

રણબીરનો આ વીડિયો વાયરલ થયો છે

વાસ્તવમાં આ ફિલ્મમને લઈને રણબીરનો નવો લૂક ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ ફેન્સ તેના લૂકના વખાણ કરતા થાકતા નથી. વાયરલ વીડિયોમાં રણબીરને ક્લાસરૂમમાં ઊભો જોઈ શકાય છે. તે વિદ્યાર્થી ગણવેશમાં છે, અને તેના શિક્ષક સાથે વાત કરી રહ્યો છે.

આ વીડિયો રણબીર કપૂર યુનિવર્સે શેર કર્યો છે. આ માત્ર અમુક સેકન્ડની જ ક્લિપ છે, જેમાં રણબીરનો ક્લીન શેવ સ્ટુડન્ટ લુક ઘણા લોકોને આકર્ષી રહ્યો છે. ચાહકોનું માનવું છે કે રણબીર 40 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ક્યૂટ છે.

આ દિવસે રણબીરની ‘એનિમલ’ થશે રિલીઝ

‘એનિમલ’ ના સેટ પરથી લીક થયેલો વિડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમાં ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે તે ગયા વર્ષના શૂટ શેડ્યૂલનો છે. જો કે આ જોઈને લોકોમાં ફિલ્મ જોવાનો ઉત્સાહ વધુ વધી ગયો છે.

શું છે ફિલ્મની વાર્તા?

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ એક ગેંગસ્ટર પરિવારની સ્ટોરી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર પણ છે, જે રણબીરના પિતાના રોલમાં જોવા મળશે. આ સિવાય બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના અને શક્તિ કપૂર પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મ ‘એનિમલ’ આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ થશે.

આ પણ વાંચો : નિધન/દિગ્દર્શક-અભિનેતા આમિર રઝા હુસૈનનું 66 વર્ષની વયે નિધન

આ પણ વાંચો :ઓડિશા ટ્રેન દુર્ઘટના/ઓડિશામાં દર્દનાક ટ્રેન દુર્ઘટના પર સલમાન ખાન થયો ભાવુક, સોનુ સૂદે પણ વ્યક્ત કર્યું દુઃખ

આ પણ વાંચો :Film Tiger 3 Scenes/સલમાન ખાનના ‘ટાઈગર 3’ ના સેટ પર દેખાયો શાહરૂખ ખાનનો ‘પઠાન’ લુક, વીડિયો વાયરલ