Sports News 2026: આઈપીએલ 2026 માં પંજાબ કિંગ્સ (PBKS) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. દિલ્હી કેપિટલ્સ સામે મળેલી 3 વિકેટની હાર બાદ હવે પંજાબના પ્લેઓફમાં પહોંચવાના સમીકરણો જટિલ બન્યા છે. જોકે, આ મેચમાં હાર કરતાં પણ વધુ ચર્ચા કેપ્ટન શ્રેયસ અય્યરના એક નિર્ણયની થઈ રહી છે. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ હોવા છતાં જાદુઈ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પાસે એક પણ ઓવર ફેંકાવવામાં આવી નહોતી.
શ્રેયસ અય્યરે શું આપી સફાઈ? (Shreyas Iyer)
મેચ બાદ આ વિવાદિત નિર્ણય પર સ્પષ્ટતા આપતા કેપ્ટન શ્રેયસ અય્યરે (Shreyas Iyer) જણાવ્યું હતું કે, પીચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો હતો.
“મને લાગ્યું કે જો અમારા ફાસ્ટ બોલરો સાચી લાઇન અને લેન્થ પર બોલિંગ કરશે તો અમે વિકેટ કાઢી શકીશું. કમનસીબે અમારી બોલિંગ યુનિટ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નહીં. પીચ પરથી ફાસ્ટ બોલરોને મદદ મળી રહી હતી, તેથી મેં પેસર્સ પર વિશ્વાસ મૂક્યો હતો.”
પંજાબના બોલરો માર્કસ સ્ટોઈનિસ, યશ ઠાકુર અને માર્કો જાનસેન દિલ્હીના બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ રહ્યા અને દિલ્હીએ 211 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં જ હાંસલ કરી લીધો.
પૂર્વ ક્રિકેટરોએ કરી આકરી ટીકા
પૂર્વ ક્રિકેટર ડૌડ્ડા ગણેશે આ નિર્ણયને “મૂર્ખામીભર્યો” ગણાવ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે અન્ય બોલરો ઓવરના 11 રન આપી રહ્યા હોય ત્યારે ચહલ જેવા વિકેટ-ટેકરને બહાર બેસાડવો તે હારનું મુખ્ય કારણ બન્યું.
પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે કહ્યું કે ધર્મશાલાના મેદાન પર સ્પિનરોનો રેકોર્ડ ફાસ્ટ બોલરો કરતા સારો રહ્યો છે. અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલ (Shreyas Iyer) જેવા મેચ વિનરો પાસે બોલિંગ ન કરાવવી તે સમજની બહાર છે.
ચહલનું ફોર્મ અને પંજાબની સ્થિતિ
યુઝવેન્દ્ર ચહલ આ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે અને પર્પલ કેપની રેસમાં પણ સામેલ છે. આવા ફોર્મમાં રહેલા બોલરનો ઉપયોગ ન કરવો તે પંજાબ માટે ઘાતક સાબિત થયું. આ હાર બાદ શ્રેયસ અય્યરની (Shreyas Iyer) કેપ્ટનશીપ પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું તે દબાણની ક્ષણોમાં યોગ્ય નિર્ણય લેવામાં થાપ ખાઈ રહ્યો છે.

