Cricket News 2026: જ્યારે આખું વિશ્વ IPL 2026 ના રોમાંચમાં વ્યસ્ત છે, ત્યારે ઝિમ્બાબ્વેના મેદાન પરથી ક્રિકેટ જગતને હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી ‘મસવિંગો 50 ઓવર ફર્સ્ટ લીગ’ માં એક ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 822 રન બનાવીને વિશ્વભરના રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. આ સ્કોર વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને અકલ્પનીય સ્કોર માનવામાં આવી રહ્યો છે.
બેટ્સમેનોએ મેદાન પર મચાવ્યો તાંડવ
આ મેચ ‘સ્કૉર્પિયન્સ ક્રિકેટ ક્લબ’ અને ‘મીથેન લાયન્સ’ વચ્ચે રમાઈ હતી. સ્કૉર્પિયન્સ ક્રિકેટ ક્લબે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રનનો વરસાદ કર્યો હતો:
ઓપનર તકુંડા મડમ્બોએ માત્ર 143 બોલમાં 302 રન ફટકાર્યા હતા. તેની આ ઈનિંગમાં 50 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.
ઓપનિંગ જોડીમાં વિનફેડે પણ આક્રમક બેટિંગ કરતા 75 બોલમાં 203 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 414 રનની વિશાળ ભાગીદારી થઈ હતી.
ટીમ તરફથી ગેબ્રિયલ જાયાએ પણ 110 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે વિન્સેન્ટ મોયોએ 39 બોલમાં 78 રન ઝૂડ્યા હતા.
માત્ર 28 રનમાં વિરોધી ટીમ થઈ સાફ
823 રનનો અશક્ય લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મીથેન લાયન્સની ટીમ સ્કૉર્પિયન્સના બોલરો સામે ટકી શકી નહોતી:
મીથેન લાયન્સની આખી ટીમ માત્ર 7.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 28 રન જ બનાવી શકી હતી.
ત્યારબાદ મેચ ત્યાં જ અટકાવી દેવામાં આવી હતી અને સ્કૉર્પિયન્સ ક્રિકેટ (Cricket) ક્લબને 794 રનના રેકોર્ડબ્રેક અંતરથી વિજેતા જાહેર કરવામાં આવી હતી.
રેકોર્ડબ્રેક બોલિંગ પ્રદર્શન (Cricket)
બેટિંગ બાદ સ્કૉર્પિયન્સના બોલરોએ પણ તરખાટ મચાવ્યો હતો. SCC તરફથી એમ્માનુએલ દુબે જૂનિયરે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે તવાનનયશા કસૌંડોએ 3 વિકેટ પોતાના નામે કરી હતી. વન-ડે ક્રિકેટના (Cricket) ઈતિહાસમાં રન અને જીતના અંતરની દ્રષ્ટિએ આ સૌથી મોટો રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે.
