sports news/ યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્માને NADA ની નોટિસ, જાણો શું છે ‘વેરઅબાઉટ્સ ફેઈલ્યોર’ નિયમ

નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્માને વેરઅબાઉટ્સ ફેઈલ્યોર બદલ નોટિસ ફટકારી છે. જો 12 મહિનામાં 3 વાર આવું થાય તો 2 વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. જાણો વિગતે.

Trending Sports
NADA

Sports News 2026: ભારતીય ક્રિકેટ જગતમાંથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ અને મહિલા ક્રિકેટર શેફાલી વર્માને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (NADA) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ બંને ખેલાડીઓ પર ડોપ ટેસ્ટ માટે નિર્ધારિત સમયે હાજર ન રહેવાનો આરોપ છે.

શું છે ‘વેરઅબાઉટ્સ ફેઈલ્યોર’ નિયમ?

નેડા (NADA) ના નિયમ મુજબ, જે ખેલાડીઓ રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP) માં સામેલ હોય, તેમણે પોતાની ઉપલબ્ધતા વિશે અગાઉથી જાણ કરવાની હોય છે.

નિયમ પ્રમાણે કોઈ પણ ખેલાડીએ જણાવવું પડે છે કે તેઓ ડોપ ટેસ્ટ માટે કયા સમયે અને કઈ જગ્યાએ ઉપલબ્ધ રહેશે.

જો ખેલાડી જણાવેલા સમયે તે સ્થળે હાજર ન હોય, તો તેને ‘વેરઅબાઉટ્સ ફેઈલ્યોર’ (Whereabouts Failure) માનવામાં આવે છે. જે આ બંને ખેલાડીઓની ભૂલ ના કારણે તેમના પર આરોપ લાગ્યો છે.

NADA

ક્યારે અને કેવી રીતે બની હતી ઘટના?

અહેવાલો અનુસાર, બંને ખેલાડીઓ અલગ-અલગ સમયે ટેસ્ટ માટે ઉપલબ્ધ નહોતા:

યશસ્વી જયસ્વાલ: તેમનો ડોપ ટેસ્ટ 17 ડિસેમ્બરના રોજ નિર્ધારિત હતો.

શેફાલી વર્મા: તેમનો ટેસ્ટ 7 નવેમ્બરના રોજ લેવાનો હતો.

જ્યારે ડોપિંગ કંટ્રોલ ઓફિસર (DCO) નિર્ધારિત સ્થળ પર પહોંચ્યા, ત્યારે બંને ખેલાડીઓ ત્યાં હાજર નહોતા. ફેબ્રુઆરીમાં નોટિસ મોકલ્યા બાદ પણ કોઈ જવાબ ન મળતા, એજન્સીએ તેમના નામે પ્રથમ ‘મિસ્ડ ટેસ્ટ’ નોંધ્યો છે.

શું ખેલાડીઓ પર પ્રતિબંધ લાગી શકે? (NADA)

નિયમો મુજબ, જો કોઈ ખેલાડી 12 મહિનાની અંદર ત્રણ વખત વેરઅબાઉટ્સ ફેઈલ્યોરનો દોષિત જણાય, તો તેના પર કડક કાર્યવાહી થઈ શકે છે:

જો ખેલાડી પોતે નિર્દોષ હોવાનું સાબિત ન કરી શકે, તો તેના પર બે વર્ષ સુધીનો પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.

હાલમાં યશસ્વી અને શેફાલી પાસે પોતાનો પક્ષ રજૂ કરવાની તક છે. જો તેઓ એજન્સીને સંતોષકારક જવાબ આપી દે, તો તેઓ આ મુસીબતમાંથી બચી શકે છે.

યશસ્વી જયસ્વાલ હાલમાં IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે, ત્યારે આ નોટિસ (NADA) તેના અને ટીમ માટે ચિંતાનો વિષય બની છે. બીજી તરફ, શેફાલી વર્માએ તાજેતરમાં જ ભારતને મહિલા વિશ્વ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


આ પણ વાંચો: ભારતીય મહિલા ટીમની જાહેરાત, નંદની શર્માને મળી તક, જાણો ક્યારથી શરૂ થશે વર્લ્ડ કપનો રોમાંચ

આ પણ વાંચો:  T20 ક્રિકેટમાં ભુવીનો જાદુ! 350 વિકેટ લેનારો ભારતનો પહેલો પેસર બન્યો, જાણો ટોપ 5 લિસ્ટ

આ પણ વાંચો: રાજસ્થાન રોયલ્સના માલિક બદલાયા, IPL ઈતિહાસની બીજી સૌથી મોટી ડીલ, જાણો કોણ છે નવા માલિક?