શુક્રવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ICC T20 વર્લ્ડ કપ મેચમાં, વેસ્ટ ઈન્ડિઝ એ બાંગ્લાદેશને 3 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા,જવાબમાં બાંગ્લાદેશની ટીમે 5 વિકેટે 139 રન જ બનાવી શકી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.T20 વર્લ્ડ કપ 2021માં, તેઓએ સુપર 12 તબક્કાના ગ્રુપ-1માં ત્રણ રનથી જીત મેળવીને સેમિફાઈનલમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખી છે.
West Indies win a thriller 🔥#T20WorldCup | #WIvBAN | https://t.co/GF56PV713u pic.twitter.com/PYfAS3YQA3
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021
બાંગ્લાદેશ તરફથી લિટન દાસે 43 બોલમાં 44 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા પણ ફટકાર્યા હતા. જો કે તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો. વેસ્ટ ઈન્ડિઝની ત્રણ મેચમાં આ પ્રથમ જીત છે અને ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચવાની તેની આશા હજુ જીવંત છે. ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની આ સતત ત્રીજી હાર છે અને આ હાર બાદ બાંગ્લા ટાઈગર્સ માટે સેમિફાઈનલના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.
