દિલ્લી
અભિનેત્રીમાંથી નેતા બનેલ કોંગ્રેસના સોશિયલ મીડિયાની પ્રમુખ દિવ્યા સ્પંદના ફરી એક વાર વિવાદસ્પદ ટ્વીટ કરી છે. આ ટ્વીટમાં તેમણે પીએમ મોદીને ચોર કહ્યા છે અને સાથે હેશટેગમાં લખ્યું છે કે પીએમ ચોર હે. ઉલ્લેખનીય છે કે આની પહેલા પણ દિવ્યા સ્પંદના પર દેશદ્રોહનો કેસ નોંધાયો છે.
Thank you guys for extending your support and for those who didn’t like the tweet, well, what can I say? Will keep it ‘classy’ next time 😊
India should do away with the sedition law, it’s archaic and misused.
To the folks who filed the FIR- #PMChorHai 🤭😀— Ramya/Divya Spandana (@divyaspandana) September 26, 2018
દિવ્યાએ લખ્યું છે કે, “મિત્રો, મને સહકાર આપવા બદલ તમારો આભાર. જે લોકોને મારું ટ્વિટ પસંદ નથી પડ્યું તેના વિશે તો હું શું કહી શકું? ફરી વખત આનાથી ચડિયાતું ટ્વિટ કરીશ. ભારતમાંથી દેશદ્રોહનો કેસ નાબૂદ કરી દેવો જોઈએ કારણ કે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. #પીએમ ચોર હૈ.”
માત્ર આ ટ્વીટ જ નહી પરંતુ બીજા પણ ઘણા ભાજપને લગતા વિવાદસ્પદ ટ્વીટ દિવ્યાએ કર્યા છે.
PM Modi to Hindustan Aeronautics Limited.#ModiAmbaniRafaleBlockbuster
#ThugsOfHindostanTrailer pic.twitter.com/tSrlrhkSyY— Ramya/Divya Spandana (@divyaspandana) September 27, 2018
All the scams and corruption of Modi and his Govt right here #CorruptModi https://t.co/SzakB5DGpL pic.twitter.com/0evJqBAJXn
— Ramya/Divya Spandana (@divyaspandana) September 25, 2018
देश के चौकीदार ने चोरी की है। दम नहीं है नरेन्द्र मोदी में। Hear @RahulGandhi speak on the #RafaelScam #PMChorHai pic.twitter.com/XtdBsrNo5L
— Ramya/Divya Spandana (@divyaspandana) September 25, 2018
વકીલ સૈયદ રિઝવાન અહમદ દ્વારા કરાયેલ એફઆઇઆરમાં કહ્યું છેકે સ્પંદનાએ ટ્વીટમાં વડાપ્રધાન અંગે આપત્તિજનક વાત કહી. અહમદે ફરિયાદમાં કહ્યું કે આ ટ્વીટ દ્વારા સ્પંદનાએ મોદીની વિરૂદ્ધ નફરત ભડકાવાનું કામ કરી રહી છે.

એક્ટરમાંથી રાજકારણમાં પ્રવેશ કરનારી દિવ્યા સ્પંદનાએ આ પહેલા નરેન્દ્ર મોદીના મીણના પૂતળાની એક તસવીર પોસ્ટ કરી હતી. જેના કપાળ પર ‘ચોર’ શબ્દો લખેલો હતો. દિવ્યાએ આ ટ્વિટ ‘ચોર પીએમ ચૂપ હૈ’ના હેઝ ટેગ સાથે પોસ્ટ કરી હતી.
તમને જણાવી દઈએ કે દિવ્યા દક્ષિણ ભારતમાં રામ્યા તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે.
