ટીવીનો ફેમસ શો બિગ બોસ 14 ફેમ અને ભારતીય જનતા પાર્ટીની નેતા સોનાલી ફોગાટનું મંગળવારે (23 ઓગસ્ટ) નિધન થયું છે. સોનાલી ફોગાટનું હાર્ટ એટેકના કારણે આકસ્મિક અવસાનથી સૌ કોઈ ચોંકી ગયા છે. જો કે હવે સોનાલી ફોગાટના મોત પર સસ્પેન્સ વધી રહ્યું છે. દરમિયાન, સોનાલી ફોગાટનો પરિવાર દાવો કરી રહ્યો છે કે તેના મૃત્યુ પાછળ કોઈ ષડયંત્ર છે. હાલમાં જ સોનાલી ફોગટની પુત્રી યશોધરા ફોગટે તેની માતાના મૃત્યુને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 42 વર્ષીય સોનાલી ફોગાટ 22 ઓગસ્ટના રોજ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગોવામાં પહોંચી હતી. જે બાદ 23 ઓગસ્ટના રોજ તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ગોવાના બામ્બોલિમ ડેપ્યુટી એસપી જીવબા દલવીએ જણાવ્યું હતું કે સોનાલી ફોગાટને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. દરમિયાન, સોનાલી ફોગટના પરિવારજનો દ્વારા તેમના મૃત્યુ માટે કોઈ કાવતરું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના માટે તેના પરિવારના સભ્યો અવાજ ઉઠાવી રહ્યા છે. દરમિયાન, નોંધનીય છે કે તાજેતરમાં જ સોનાલી ફોગટની પુત્રી યશોધરાએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારી માતાને ન્યાય મળવો જોઈએ. આ મામલે તપાસ થવી જોઈએ અને દોષિતોને કડકમાં કડક સજા મળવી જોઈએ.
નોંધનીય છે કે સોનાલી ફોગાટના પરિવારજનોનું માનવું છે કે તે હાર્ટ એટેકથી મૃત્યુ પામી શકે નહીં. તે ખૂબ જ ફિટ રહેતી હતી. તો તેને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે? સોનાલી ફોગાટના પરિવારજનો તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સુનિયોજિત કાવતરા હેઠળ તેની હત્યા કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. સોનાલી ફોગાટના મૃત્યુને લઈને પરિવારના સભ્યોના મનમાં શંકા છે. તેમની દીકરીએ સીબીઆઇ તપાસની માંગ કરી છે.
