#gujarat/ અમિત જેઠવા હત્યા કેસમાં પુર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને હાઈકોર્ટમાંથી રાહત

ભાજપ નેતા અને પુર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને આજે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકી સહિત અન્ય આરોપીઓનો છુટકારો થયો છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 06T150607.949 અમિત જેઠવા હત્યા કેસમાં પુર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને હાઈકોર્ટમાંથી રાહત

ભાજપ નેતા અને પુર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને આજે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકી સહિત અન્ય આરોપીઓનો છુટકારો થયો છે. આ કેસની સુનાવણીમાં હાઈકોર્ટે આરોપીઓને રાહત આપવા પર કારણ આપ્યું કે તપાસ એજન્સીઓ હત્યાના કારણની સત્યતા શોધવામાં નિષ્ફળ રહી છે. નોંધનીય છે કે RTIએક્ટિવિસ્ટ અમિત જેઠવાની વર્ષ 2010માં અમદાવાદ હાઈકોર્ટ નજીક હત્યા થઈ હતી. હાઈકોર્ટની સામે જ અમિત જેઠવાને કેટલાક લોકોએ ગોળી મારી હત્યા કરી હતી. ત્યારબાદ હત્યામાં પૂર્વ સાંસદ દિનુ બોઘા તથા અન્યોની સંડોવણી સામે આવતા તમામની ધરપકડ કરાઈ હતી. જો કે પૂર્વ સાંસદ દિનુ બોઘા આરોપી હોવા છતાં જામીન પર બહાર હતા.

પુર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને HCની રાહત

જાણો સમગ્ર કેસ
વર્ષ 2010માં ગુજરાત હાઈકોર્ટ નજીક 20 જુલાઈના રોજ RTIએક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કરાઈ. તેઓ હાઈકોર્ટમાં પોતાના જીવને જોખમ હોવા અંગેનું એફિડેવિટ કરવા આવ્યા હતા. ત્યારે જ તેઓ હત્યારાઓના સંકજામાં આવ્યા. જેઠવાએ એફિડેવિટમાં જીવનું જોખમ હોવા પર દિનુ બોઘા સોલંકી પર આરોપ લગાવ્યો હતો. અમિત જેઠવાની હત્યા થયા બાદ તેમના પિતા ભીખાભાઈ દ્વારા દિનુ બોઘા સોલંકી અને અન્ય 7 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તે સમયે ભીખાભાઈએ આ કેસમાં CBIને સોંપવાની માંગ કરી હતી. પિતાની ફરિયાદ બાદ 6 સપ્ટેમ્બરના રોજ 2010માં દિનુ બોઘાના ભત્રીજાની ધરપકડ કરાઈ. તેમનો ભત્રીજો સાડાચાર વર્ષ જેલમાં બંધ રહ્યો. અને ત્યારબાદ તેને જામીન મળ્યા. ભત્રીજાની ધરપકડ બાદ 5 નવેમ્બરના રોજ 2013માં ભાઈબીજના બીજા દિવસે પૂર્વ બીજેપી સાંસદ દિનુ બોઘા સોલંકીની ધરપકડ કરાઈ અને ત્રણ મહિના બાદ કોર્ટે તેમને જામીન આપ્યા.

2016માં અમિત જેઠવાના પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી કેસની રિટ્રાયલની માંગ કરી હતી જેને માન્ય રાખવામાં આવી હતી. ત્યારબાદ 2016માં હાઈકોર્ટના આદેશ સામે આરોપી અને CBPએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને કોર્ટે 26 સાક્ષીની પુનઃટ્રાયલનો આદેશ આપ્યો હતો. આ કેસમાં 18 સાક્ષીઓને કોર્ટ તરફથી ઉચ્ચ સુરક્ષા આપવામાં આવી હતી.

મહત્વનું છે કે અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકી ઉપરાંત આ કેસમાં કુલ 7 આરોપી છે. જેમાં આરોપી તરીકે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણનો સમાવેેશ થાય છે. આજે તપાસ એજન્સની નિષ્ફળતાના પગલે આ તમામને રાહત મળી.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી, ભારતીય વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા

આ પણ વાંચો: ઝારખંડમા બોલ્યા વડાપ્રધાન-‘ઘરે જાઓ, ટીવી જોતા પહેલા વાંચી લો આ સ્ટોરી…

આ પણ વાંચો:EDના દરોડામાં આલમગીરના PSના ઘરેલુ નોકરના ઘરે થી મળેલો કરોડો રૂપિયા આખરે કયા મંત્રીના ? ચર્ચા અને આક્ષેપનો દોર શરૂ