Not Set/ એક શખ્સે ગુસ્સામાં આવીને જજને કહ્યુ- તારીખ પે તારીખ, પછી બગડ્યો મામલો

સની દેઓલની ફિલ્મ દામિની તો તમે જોઇ જ હશે. જેમા સની દેઓલ એક વકીલની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં સની દેઓલનો એક ડાયલોગ ‘તારીખ પે તારીખ’ ને આજે પણ લોકો ખૂબ પસંદ કરે છે.

Top Stories Ajab Gajab News
11 460 એક શખ્સે ગુસ્સામાં આવીને જજને કહ્યુ- તારીખ પે તારીખ, પછી બગડ્યો મામલો

સની દેઓલની ફિલ્મ દામિની તો તમે જોઇ જ હશે. જેમા સની દેઓલ એક વકીલની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં સની દેઓલનો એક ડાયલોગ ‘તારીખ પે તારીખ’ ને આજે પણ લોકો ખૂબ પસંદ કરે છે. હવે તમને વિચાર આવતો હશે કે અહી કેમ આ ડાયલોગની વાત કરવામાં આવી રહી છે, તો અમેે તમને જણાવી દઇએ કે, આ ડાયલોગ તાજેતરમાં એક અરજદાર દ્વારા દિલ્હીની એક કોર્ટમાં બોલવામા આવ્યો હતો.

11 461 એક શખ્સે ગુસ્સામાં આવીને જજને કહ્યુ- તારીખ પે તારીખ, પછી બગડ્યો મામલો

મહત્વના સમાચાર / ઓગસ્ટ થી ધોરણ 9થી 11 માટે ખુલશે શાળાઓ, ઓફલાઈન શિક્ષણને હરી ઝંડી : પ્રદિપસિંહ જાડેજા

જ્યારે કોર્ટમાં સુનાવણી થતી હોય છે, ત્યારે ત્યાંની શિસ્ત અંગે ઘણી કાળજી લેવામાં આવે છે, પરંતુ દિલ્હીની કડકડ઼ડૂમા કોર્ટમાં કંઇક એવું બન્યું હતું જે આ પહેલા ભાગ્યે જ બન્યું હોય. એક શખ્સને જ્યારે પોતોના એક કેસમાં નવી તારીખ મળી તો તે ખૂબ જ ગુસ્સે થઇ ગયો હતો. અને આ વ્યક્તિ કોમ્પ્યુટરને લાત મારી અને ખુરશીઓ ફેંકી દીધી. આ પછી તેણે સની દેઓલનાં અંદાજમાં ડાયલોગ મારતા કહ્યુ કે, ‘તારીખ પે તારીખ મળે છે, ન્યાય નથી મળતો જજ સાહેબ. આ મામલો 17 જુલાઈએ કડકડ઼ડૂમા કોર્ટ રૂમ નંબર 66 માં બન્યો હતો. શાસ્ત્રીનગરનાં રાકેશ નામનાં વ્યક્તિનો કેસ ચાલી રહ્યો છે. આ કેસ 2016 થી ચાલી રહ્યો છે. કેસની તારીખ 17 જુલાઇ હતી, રાકેશ તારીખે આવ્યો હતો. કેસની સુનાવણી ચાલી અને જજે આવતી તારીખ આપી દીધી. આ પછી રાકેશ ખૂબ ગુસ્સે થયો હતો.

11 462 એક શખ્સે ગુસ્સામાં આવીને જજને કહ્યુ- તારીખ પે તારીખ, પછી બગડ્યો મામલો

IRCTC RULE / ઓનલાઇન રેલવે ટિકિટ બુકિંગ માટે બદલાયો નિયમ,આ રીતે કરવું પડશે વેરિફિકેશન

રાકેશે કોર્ટમાં સની દેઓલનો ડાયલોગ ‘તારીખ પે તારીખે’ બોલતી વખતે કોમ્પ્યુટર અને ફર્નિચર તોડવાનું શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે, તેને માત્ર તારીખો મળી રહી છે, ન્યાય નથી મળતો. આ અંગે કોર્ટનાં સ્ટાફે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ રાકેશની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રાકેશની ધરપકડ કરી તેને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, રાકેશ આ કેસને સતત ખેંચતો જોઇ હતાશ થયો છે. જેના આધારે તેની સામે કલમ 353, 427 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો કોર્ટમાં ચર્ચાનો વિષય રહ્યો છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર આ બાબતે વાત કરતા પણ જોવા મળ્યા હતા.