Not Set/ સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર માટે ૯૮ ગર્ડર તૈયાર : જ્યુબિલી ગાર્ડન તરફના બ્રિજના ૩૨નું શિફટીંગ શરૂ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર બ્રિજ માટે જામનગર રોડ પર આર.સી.સી. ગર્ડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ

Gujarat Trending
arora civil સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર માટે ૯૮ ગર્ડર તૈયાર : જ્યુબિલી ગાર્ડન તરફના બ્રિજના ૩૨નું શિફટીંગ શરૂ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર બ્રિજ માટે જામનગર રોડ પર આર.સી.સી. ગર્ડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજરોજ તા. ૨૨-૦૭-૨૦૨૧ના રોજ સવારે આ સ્થળની મુલાકાત લઈ ગર્ડર બનાવવાની કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત નાનામવા ચોક અને રામદેવપીર ચોક ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની સાઈટની પણ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.

arora civil 2 સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર માટે ૯૮ ગર્ડર તૈયાર : જ્યુબિલી ગાર્ડન તરફના બ્રિજના ૩૨નું શિફટીંગ શરૂ

સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર બ્રિજ માટે જામનગર રોડ પર અન્ય એક સ્થળે આર.સી.સી. ગર્ડર બનાવવામાં આવી રહયા છે. જેમાં ૯૮ ગર્ડર તૈયાર થઇ ચુક્યા છે. સિવિલ હોસ્પિટલ ચોકના આ થ્રી આર્મ ફ્લાયઓવરના જ્યુબિલી તરફના બ્રિજ પર ગર્ડર મુકવાનું હવે શરૂ થશે. ક્રેઇનની મદદથી ૩૨ ગર્ડર શિફ્ટ કરવાનું શરૂ કરવામાં આવી રહેલ છે.

arora civil 3 સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર માટે ૯૮ ગર્ડર તૈયાર : જ્યુબિલી ગાર્ડન તરફના બ્રિજના ૩૨નું શિફટીંગ શરૂ

નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં નિર્માણાધીન ફ્લાયઓવર સાઈટની પણ મુલાકાત લીધી

નાનામવા ચોક અને રામદેવપીર ચોક ખાતેના ફ્લાયઓવર માટે બ્રિજના ફાઉન્ડેશન સંબંધી કામગીરી ચાલી રહી છે. કમિશનરએ આ પ્રોજેક્ટ સંબંધી જો કોઈ પ્રશ્ન હોય તો તુર્ત જ રજુ કરવા તેનો નિકાલ કરવા અને આ કામો ઝડપભેર આગળ ધપાવવા જરૂરિયાત મુજબ મેનપાવર અને મશીનરી વધારવા સૂચના આપી હતી.મ્યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન એડી. સિટી એન્જી.  એચ.યું.દોઢિયા, ડેપ્યુટી એન્જિનિયરો શ્રીનિવાસન અને  અજય પરમાર, અને પી.એ.(ટેક) ટુ કમિશનર  રસિક રૈયાણી અને એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહયા હતાં.

arora civil 4 સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર માટે ૯૮ ગર્ડર તૈયાર : જ્યુબિલી ગાર્ડન તરફના બ્રિજના ૩૨નું શિફટીંગ શરૂ

sago str 11 સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર માટે ૯૮ ગર્ડર તૈયાર : જ્યુબિલી ગાર્ડન તરફના બ્રિજના ૩૨નું શિફટીંગ શરૂ