Not Set/ વૃક્ષ ઉંબરો એટલે બધા જીવને જીવાડનાર એક જીવાદોરી

ધાર્મિક રીતે હિન્દૂ, બૌદ્ધ અને જૈન ધર્મ જે ભારતવર્ષમાં ઉદ્ભવ્યા તેમાં ઉંબરાના વૃક્ષ ઘણું મૂલ્યવાન ગણાય છે.  ઈસ્વીસન પૂર્વે ૪૫૦૦ વર્ષ પહેલેથી ઋગવેદમાં અને ત્યાર બાદ ઈસ્વીસન પૂર્વે ૬૦૦ વર્ષ પહેલેથી બૌદ્ધ ધર્મમાં તેનો ઉલ્લેખ છે અને તેમનાં સાધુ તેની મદદથી આયુર્વેદિક ઉપચાર કરતા હતા.

Ajab Gajab News Trending
umbro વૃક્ષ ઉંબરો એટલે બધા જીવને જીવાડનાર એક જીવાદોરી

@ જગત કીનખાબવાલા (સ્પેરો મેન)

ઉંબરો વડની પ્રજાતિનું એક વિશાળ વૃક્ષ છે. ઉંબરાના વૃક્ષને સંસ્કૃતમાં ઉદુમ્બર, હિંદીમાં ગૂલર, ફારસીમાં અંજીરે આદમ કહેવામાં આવે છે. આ ઝાડ પર ફૂલ આવતાં નથી. આ ઝાડની શાખાઓમાંથી ફળ ઉત્પન્ન થતાં હોય છે. ફળ ગોળ -ગોળ અંજીરના આકારનાં હોય છે અને આ ફળમાંથી સફેદ દૂધ નિકળે છે. ઉંબરાનું ઝાડ નદી ઉંબરો અને  કઠ ઉંબરો એમ જુદા જુદા બે પ્રકારના હોય છે. નદીના પટમાં થતાં ઉંબરાનાં પાંદડાં અને ફળ સામાન્ય ઉંબરાનાં પાંદડાં -ફળ કરતાં નાનાં હોય છે. આ એક દૂધાળું વૃક્ષ છે. ઉંબરાનું વૃક્ષ લગભગ ૪૦ ફૂટ સુધીની ઊંચાઈ સુધી વધે છે. ઝડપથી ઉગતું અને અધધધધ ૩૦૦૦ વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે તેવી નોંધ છે.

jagat kinkhabwala વૃક્ષ ઉંબરો એટલે બધા જીવને જીવાડનાર એક જીવાદોરી

ધાર્મિક રીતે હિન્દૂ, બૌદ્ધ અને જૈન ધર્મ જે ભારતવર્ષમાં ઉદ્ભવ્યા તેમાં ઉંબરાના વૃક્ષ ઘણું મૂલ્યવાન ગણાય છે.  ઈસ્વીસન પૂર્વે ૪૫૦૦ વર્ષ પહેલેથી ઋગવેદમાં અને ત્યાર બાદ ઈસ્વીસન પૂર્વે ૬૦૦ વર્ષ પહેલેથી બૌદ્ધ ધર્મમાં તેનો ઉલ્લેખ છે અને તેમનાં સાધુ તેની મદદથી આયુર્વેદિક ઉપચાર કરતા હતા. શંકર ભગવાન અને હિન્દૂ ધર્મના મંદિરમાં ઉંબરાનું વૃક્ષ અવશ્ય હોય છે. આ વૃક્ષને ભગવાન તરીકે આસામમાં લોકો પૂજે છે અને તેની નીચે બેસીને લોકો સત્સંગ કરતાં જોવા મળે છે. માનવજાત માટે બહુ ઉપયોગી હોઈ તેના તરફ ધાર્મિક લાગણી કેળવાયેલી છે.

 

umbro 1 વૃક્ષ ઉંબરો એટલે બધા જીવને જીવાડનાર એક જીવાદોરી

મૂળભૂત રીતે ઉંબરો  ઓસ્ટ્રેલિયા અને એશિયાના ઉષ્ણકટિબદ્ધ પ્રદેશમાં બધે વ્યાપક રીતે ઉગતું વૃક્ષ છે. ભારતવર્ષનું આનુવંશિક અને પોતાનું વતની વૃક્ષ હોઈ ખુબજ સફળ છે. બાયોડાઇવર્સિટી/ જીવશ્રુષ્ટિ માટે વતની વૃક્ષોમાં આગવું સ્થાન ધરાવે છે. વૃક્ષની નીચે જમીનની ફળદ્રુપતા અને પ્રાણીઓનો આસરો, પાંદડા, ફૂલ, ફળ, દૂધ વગેરે વિવિધ રીતે ખુબજ ઉપયોગી બની રહે છે. ઉંબરાનું વૃક્ષ જમીની ક્ષેત્ર થી લઇ પુરા પહાડી વિસ્તારના જંગલમાં દરેક ઊંચાઈ ઉપર સફળ થાય છે. ભારતમાં પશ્ચિમી ઘાટ/ Western  Ghats ના  જંગલમાં દરેક ઊંચાઈ ઉપર જોવા મળે છે જેમાં ફાઇક્સ કુળની ૧૮ જાત જોવા મળે છે અને ૧૨ ટકા જેટલા વૃક્ષો ઉંબરા જેવા ફાઇક્સ કુળના છે, જે જીવશ્રુષ્ટિ ને જાળવવામાં ખુબ મોટો ફાળો આપે છે.

umbro 2 વૃક્ષ ઉંબરો એટલે બધા જીવને જીવાડનાર એક જીવાદોરી

આજના સમયમાં બહુ મોટી માત્રામાં જંગલ કાપી નાખવામાં આવ્યા છે જેને કારણે બાયોડાઇવર્સીટી/ જીવશ્રુષ્ટિના સમુદાયમાં અધોગતિ વ્યાપી ગઈ છે. હવે સમય એવો આવ્યો છે કે waste  land / ખરાબાની જગ્યાઓ તેમજ જંગલોમાં નવજીવન લાવવા અને તેમને સજીવ કરવા માટેની પ્રક્રિયામાં ખુબ મોટા પ્રમાણમાં ચારે બાજુ ઉંબરાનાં બીજ તેની ઉપયોગિતાને કારણે વાવવામાં આવી રહ્યા છે જે આ વૃક્ષનું મહત્તા છે. આ વૃક્ષ પોતાની સાથે સાથે વિવિધ પ્રકારની જીવશ્રુષ્ટિ આપોઆપ આકર્ષિત કરી લે છે.  હકીકતમાં આવા વૃક્ષ માનવી અને બીજા જીવને જીવાડવા માટે બનેલા છે, બધા જીવને ઓક્સિજન તેમજ ઘણું બધું નિસ્વાર્થ રીતે મફતમાં આપે છે અને બધા જીવને જીવાડે છે.  ભેજવાળા, સૂકા, ભીના, કાંટાળા અને હરિયાળા એમ દરેક પ્રકારના જંગલમાં તે સક્ષમતાથી અને સરળતાથી ઉગી શકે છે જે તેની આગવી લાક્ષણિકતા અને જનીન/ જિન/ જીવ ની તાકાત છે. તે બીજથી પણ ઉગે છે અને ડંડા કલમથી પણ ઉગી જાય છે.

umbro 3 વૃક્ષ ઉંબરો એટલે બધા જીવને જીવાડનાર એક જીવાદોરી

ઇન્ડોનેશિયામાં થયેલા એક અભ્યાસ મુજબ ખુબ વધારે ગણાય તેટલા ૨૫ જાતના જુદા જુદા પક્ષીઓ  ફળ ખાવા, જીવાત અને ઈયળો ખાવા, માળો બાંધવા, આરામ કરવા, રાતવાસો કરવા, શિકાર કરવા માટે  ઉંબરાનાં વૃક્ષ ઉપર જોવા મળે છે. આ વૃક્ષ ઉપર વાગોળ જેવા ચામડ ચીડિયા કુળના જીવની વસાહત હોય છે. જબાદી બિલાડી/ Brown  Civet  Cats, વાંદરા, રીંછ, ખિસકોલી વગેરેનું આશ્રય સ્થાન બની રહે છે. પોલીનેશન / પરાગાધાનની પ્રક્રિયામાં પતંગિયા, મધમાખી અને ભમરા જેવા જીવ તેની ઉપર નિયમિત રીતે નભતાં હોય છે. એક વૃક્ષ ઉપર અસંખ્ય જીવ નભતાં હોય છે જે આ વૃક્ષની વિશિષ્ટ લાક્ષકનીકતા છે.  Ficus racemosa : Propagation for reforestation projects – THE FIGS OF BORNEO

આયુર્વેદિક ગુણમાં ઉંબરો શીતળ, ગર્ભસંધાનકારક, રૂક્ષ, ભારે, મધુર, તેમજ વર્ણને ઉજ્જવળ કરનાર છે. કફપિત્ત,અતિસાર તથા યોનિ રોગને નષ્ટ કરનાર છે. પત્તા, છાલ, દૂધ  અને ફળમાંથી કેન્સર, ડાયાબિટીસ, એચઆઈવી અને ડાયેરિયાની દવાઓ બને છે. કુપોશણ તેમજ કફ અને પિત્તના વિકાર  દૂર કરવા તેમજ સગર્ભા બહેનો, બાળકો અને સર્વે તેના ફળ ખાઈ શકે છે. તેમાંથી કાર્બોહાઇડ્રેટ, ચરબી, સ્ટીરોઈડ  અને પ્રોટીન મળી રહે છે. કાચા અને પાક ફળમાંથી શાક બને છે અને પાકા ફળ ખવાય છે. તેને મધ, ખાંડ, ગોળ કે ઘી સાથે પણ લોકો ખાય છે. મુખ્યત્વે  મે અને જૂન મહિનામાં ઉંબરાનાં વૃક્ષની ઉપર પોચા લીલા ફળ બેસે છે અને ધીરે ધીરે  આછા ગુલાબી અને લાલ ફળ પાકે છે. આ ઉપરાંત વર્ષ દરમ્યાન બે થી ત્રણ વખત ફળ બેસે છે . આ ફળની આગવી વિવિધતા છે કે તેમાં ડાળીના પાનની છેવાડે ફૂલ બેસીને ફળ નથી ઉગતા પરંતુ પાકટ ડાળીઓ ઉપર સીધા ફળ ઉગે છે, એટલેકે ફૂલ ઉગ્યા સિવાય સીધા ફળ ઉગે છે અને તે પણ સીધે સીધા ડાળી ઉપર.

ગૂલર, ઉંબરો/ હિન્દી:  डूमर, धर्म पत्र,गूलर/ Common  name :Cluster fig,Country  fig /Ficus racemosa

(ફોટોગ્રાફ્સ અને વિડિઓ શ્રી જગત કીનખાબવાલા અને શ્રી મુકેશ શ્રીમાળી)

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.  સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો

 Love – Learn  – Conserve