Surendranagar/ પાટડી કેનાલની ખેડૂતો દ્વારા જ સફાઇ, 100 મણથી વધુ લિલ સહિતનો કચરો બહાર કાઢાયો

પાટડીમાંથી પસાર થતી ખારાઘોઢા શાખા કેનાલમાંથી કચરાના થર જામી જતા પાણી ન મળતા રોસે ભરાયેલા ખેડૂતોએ છેક મહેસાણા સુધી રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. અને ખેડૂતો દ્વારા જાતે કેનાલમાંથી લીલ સહિતનો કચરો બહાર કાઢવાની કામગી

Gujarat Others
WhatsApp Image 2020 12 29 at 8.01.03 PM પાટડી કેનાલની ખેડૂતો દ્વારા જ સફાઇ, 100 મણથી વધુ લિલ સહિતનો કચરો બહાર કાઢાયો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર…

પાટડીમાંથી પસાર થતી ખારાઘોઢા શાખા કેનાલમાંથી કચરાના થર જામી જતા પાણી ન મળતા રોસે ભરાયેલા ખેડૂતોએ છેક મહેસાણા સુધી રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. અને ખેડૂતો દ્વારા જાતે કેનાલમાંથી લીલ સહિતનો કચરો બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી. બાદમાં નર્મદા વિભાગે મુકેલા મજૂરો દ્વારા પણ 100 મણ લીલ સહિતનો કચરો કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હવે નર્મદા વિભાગ દ્વારા આ કેનાલમાં તાકીદે પાણી છોડવામાં આવે એવી વ્યાપક માગ ઉઠવા પામી છે.

🔹મહેસાણા નર્મદા વિભાગમાં ઉગ્ર રજૂઆતો કરી હતી
નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારને થયો હોવાના તંત્રના દાવાઓ વચ્ચે કેનાલના નબળા કામ અને કેનાલની અંદર લીલ સહિત ખદબદતી પારાવાર ગંદકીના કારણે ખેડૂતોના ખેતરો સુધી પાણી ન પહોંચતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. જેમાં પાટડીમાં હરીપુરા અને બામણવા થઇને પાટડી આવતી ખારાઘોડા શાખા કેનાલમાં લીલ સહિત ખદબદતી પારાવાર ગંદકીના લીધે ખેડૂતોએ છેક મહેસાણા નર્મદા વિભાગમાં ઉગ્ર રજૂઆતો કરી હતી. અને ખેડૂતોએ જાતે કેનાલમાંથી કચરો બહાર કાઢવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.

🔹લીલ સહિતનો કચરો કેનાલ બહાર કાઢવામાં આવ્યો
બાદમાં મહેસાણા નર્મદા વિભાગના આલા અધિકારીઓએ જાતે રણકાંઠાના ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કેનાલની સફાઇ માટે મજૂરોના કાફલાને મૂકીને અંદાજે 100 મણથી પણ વધારે લીલ સહિતનો કચરો કેનાલ બહાર કાઢવામાં આવ્યો હતો. આથી હવે આ કેનાલમાં ખેડૂતોનો ઊભો મોલ સુકાય એ પહેલા તાકીદે પાણી છોડવામાં આવે એવી વ્યાપક માંગ પાટડી સહિત આજુબાજુના ગામના ખેડૂતોએ ઉઠાવી છે. આ અંગે પાટડીના ખેડૂત મનીષ દશરથભાઇ પટેલ અને નવઘણ ચેલાજી ઠાકોરે જણાવ્યું કે, અત્યારે તો નર્મદા વિભાગે કેનાલમાંથી ગંદકી સહિતનો કચરો બહાર કાઢવાનું કામ તો કર્યું છે. પરંતુ તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ કેનાલની નિયમીત સફાઇકામની સાથે પાણી છોડવામાં આવે એવી આ વિસ્તારના ખેડૂતોની માગ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…