Not Set/ મંતવ્ય ન્યુઝ: ગીર સોમનાથનાં તાલાલામાં પાલીકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી….

તાલાલા, 23 જુન 2018. અબોલ પશુઅો ના મોત ના પગલે જીવદયા પ્રમીઅોમાં પાલીકા સામે ભભુકયો રોષ…. ગીર સોમનાથનાં તાલાલામાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ વાત એમ છે કે તાલાલાની ઘારેશ્વર સોસાયટીમાં નર્કાગાર સમાન વિસ્તારનામાં પાલિકાનું કમ્પોઝયાર્ડ આવેલું છે. આપને જણાવી દઈએ કે અહીં શહેરની મઘ્યમાં પાલીકાનું કમ્પોઝ યાર્ડ આવેલું છે. […]

Top Stories Gujarat Others India
kljfhdlkjfhkhjklfnfkjls મંતવ્ય ન્યુઝ: ગીર સોમનાથનાં તાલાલામાં પાલીકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી....

તાલાલા,

23 જુન 2018.

અબોલ પશુઅો ના મોત ના પગલે જીવદયા પ્રમીઅોમાં પાલીકા સામે ભભુકયો રોષ….

ગીર સોમનાથનાં તાલાલામાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ વાત એમ છે કે તાલાલાની ઘારેશ્વર સોસાયટીમાં નર્કાગાર સમાન વિસ્તારનામાં પાલિકાનું કમ્પોઝયાર્ડ આવેલું છે. આપને જણાવી દઈએ કે અહીં શહેરની મઘ્યમાં પાલીકાનું કમ્પોઝ યાર્ડ આવેલું છે. જયાં કોઇ પણ પ્રકારનાં નિતીનીયમ વગર તમામ પ્રકારના કચરા ઠલવવામાં આવે છે. જે ખુબ ગંભીર અને નિંદાજનક બાબત છે. તાલાલા પાલીકાનાં કમ્પોઝયાર્ડમાં તાલાલા પાલિકા દ્વારા ઝેરી કચરો ઠલાવવામાં આવ્યો હતો. ઠાલવવામાં આવેલો ઝેરી કચરો ખુલ્લે આમ પડ્યો હોવાના કારણે ઝેરી કચરાનો ૧૧ ગાય અને એક આખલા નો લીઘો ભોગ હતો.

એક સાથે મોટા પ્રમાણમાં અબોલ પશુઓના મોતને કારણે જીવદયા પ્રેમીઓમાં તાલાલા નગરપાલીકા તંત્ર સામે રોષ ભભુકી ઉઠયો છે.

મોતને ભેટેલા અબોલ પશુઓની અંતીમ વિઘી કરનાર ગોરક્ષકના કહેવા મુજબ પાલીકાના કમ્પોઝ યાર્ડમાં ઠાલવાતા ઝેરી કચરા ખાવાના કારણે પશુઓનાં મોત નીપજયા છે.

જયારે એક સ્થાનિક ગૌરક્ષક નાથાભાઈ સોલંકી દ્વારા અઆપ્વામાં અઆવેલા અહેવાલમાં તેમણે જણાવ્યું હતું કે,

નાથાભાઈ મંતવ્ય ન્યુઝ: ગીર સોમનાથનાં તાલાલામાં પાલીકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી....

“હું ગૌરક્ષક છું. છેલ્લા વીસ વર્ષથી ગૌસેવા કરુ છું. આઆ કચરામાં હોટલો અને કંપનીઓમાંથી કચરો આઅવે છે જેમાં કાર્બેટર જેવા ઝેરી પદાર્થોનો સમાવેશ પણ થાય છે. આ મૂંગા પ્રાણીઓ આવા ઝેરી કચરાને ખાય છે અને મોતને ભોગ ચડી જતા હોય છે. આ ગત દસ દિવસની અંદર ઓછામાં ઓછી અગિયાર ગાયો અને એક આખલાનું મોત નીપજ્યું છે.”

 

જયારેમુકેશભાઈ તાલાલા મંતવ્ય ન્યુઝ: ગીર સોમનાથનાં તાલાલામાં પાલીકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી.... મંતવ્યને આપેલા અહેવાલમાં જણાવ્યું હતું કે,

 

“છેલ્લા કેટલાક દિવસોથી અમે સ્વખર્ચે આ મૂંગા જીવોને બચાવવા માટે ડોકટરોને બોલાવેલા છે કે આ મૂંગા પ્રાણીઓ તળફડી રહ્યા છે એમનું કઈક ઉપાય કરો. પરંતુ ચાર હજાર જેટલા રૂપિયા ખરચવા બાદ પણ અમે પશુઓને બચાવી શક્યા નહોતા. અમે આ મુદ્દે કલેક્ટરને, મામલતદારને, ચીફ ઓફિસરને અને ધારાસભ્યને પણ કરી ચુક્યા છીએ પરંતુ અધિકારીઓએ પોતાની આંખ આડા કાન કરીને બેસી જાય છે.”

તાલાલા નગરપાલીકાનું શહેરનાં મઘ્યમાં આવેલ આ કચરાઘર અબોલ પશુઓ માટે તો મોતનું કારણ બન્યુ છે તો સાથે સાથે આ વિસ્તાર માં રહેતા ૪૦૦ થી વઘુ લોકો માટે પણ દોઝખ સમાન બનેલ છે. નર્કાગાર જેવી ગંદકીનાં કારણે અહીં આજુ-બાજુમાં વસતા ૫૦૦ જેટલા ગરીબ લોકોનું જીવન ઝેર સમાન બની ગયું છે. સ્થાનીક લોકોનો આક્ષેપ છે કે છેલ્લા છ માસથી અહીંની નર્કાગાર જેવી ગંદકીના કારણે અવાર-નવાર બાળકો પણ બીમાર પડે છે.

 

એવામાં ધારેશ્વર સોસાયટીના સ્થાનિક ગંગાબેને અહેવાલમાં જણાવ્યું હતું કે,

ગંગાબેન ત્તાલાલા મંતવ્ય ન્યુઝ: ગીર સોમનાથનાં તાલાલામાં પાલીકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી....

“અમારી ગરીબીના કારણે અમારી પાસે ક્યાય જવાનો આશરો નથી. છેલ્લા છ મહિનાથી અહી રોજ કચરાને સળગાવવામાં આવે છે જેના કારણે અમારા બાળાકોને ઉધરસ જેવી બીમારીઓ થઇ જાય છે. જયારે બહાર ગામનાં લોકો પણ આવીને અહી કચરો નાખી જાય છે અને અમને ધમકી આપે છે કે અહી રહેવું હોય તો આ બધી બાબતો સહન કરાવી પડશે.”

જયારે ધારેશ્વર સોસાયટીના સ્થાનિક ભરતભાઈએ આપેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે,

સ્થાનિક તાલાલા મંતવ્ય ન્યુઝ: ગીર સોમનાથનાં તાલાલામાં પાલીકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી....

“છ મહિનાથી અહી તાલાલા, તેની આજુબાજુના ગામડા અને સાસણ વિસ્તારનો કચરો પણ અહી નાખી દેવામાં આવે છે. આટલા મોટા પ્રમાણમાં કચરો એકત્રિત થવાના કારણે ગંદગી ફેલાય છે જેઆના કારણે અમારા બાળકો બીમાર થઇ જાય છે. અમે એટલા સક્ષમ નથી કે રોજ-રોજ અમારા બાળકોને ડોક્ટર પાસે લઈ જી તેમની સારવાર કરાવી શકીએ. જેથી અધિકારીઓને અમારી વિનંતી છે કે આ બાબતે ખાસ ધ્યાન દોરવામાં આવે.”

પાલીકા તંત્રના જવાબદાર પદાઘીકારી અનેઉનાદાકાત તાલાલા મંતવ્ય ન્યુઝ: ગીર સોમનાથનાં તાલાલામાં પાલીકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી....એ પાલીકાના કમ્પોઝયાર્ડના ઝેરી કચરાના કારણે અબોલ પશુઓ મોતને ભેટયા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને કમ્પોઝયાર્ડને ફરતી બાઉન્ડ્રી અને તાત્કાલીક ગેટ બનાવી આપવાની તસ્દી લેશું જેના કારણે ભવિષ્યમાં આવી ઘટના ન બની શકે.  આ મુદ્દે પુરતા પગલાં લેવાની તૈયારી બતાવી હતી સાથે સાથે નગરજનોને પ્લાસ્ટીક સહીતનો કચરો ઘરની બહાર ન ફેકવા અનુરોઘ પણ કર્યો હતો.