Not Set/ ચીનની વિસ્તારવાદી નીતિ ફરી આવી સામે, હવે ભૂટાનની જમીન પર કર્યો કબ્જો

ચીનનાં વિસ્તારવાદી અભિગમથી સમગ્ર દુનિયા પરિચિત છે. ચીન હંમેશા પોતાના પાડોશી દેશો પર શાસન કરવાનો પ્રયાસ કરતું રહ્યું છે. આ દરમિયાન એક ચોંકાવનારી માહિતી મળી રહી છે.

Top Stories World
ચીને કર્યો ભૂટાનની જમીન પર કબ્જો

ચીનનાં વિસ્તારવાદી અભિગમથી સમગ્ર દુનિયા પરિચિત છે. ચીન હંમેશા પોતાના પાડોશી દેશો પર શાસન કરવાનો પ્રયાસ કરતું રહ્યું છે. આ દરમિયાન એક ચોંકાવનારી માહિતી મળી રહી છે જેમાં ચીનની આ ચાલ સામે આવી રહી છે.

આ પણ વાંચો – India vs Newzealand / ચહરે આપ્યો ગુપ્ટિલને વળતો જવાબ, આપ્યો એવો Look કે મળ્યો અનોખો એવોર્ડ

આપને જણાવી દઈએ કે, ચીનના સૈન્ય વિકાસને લઈને વૈશ્વિક સંશોધક દ્વારા ટ્વીટ કરવામાં આવેલી નવી સેટેલાઇટ તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે, ભૂટાનનાં ક્ષેત્રમાં ચીની ગામડાઓ બનાવવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે આ વિસ્તાર ડોકલામ નજીક ભૂટાન અને ચીન વચ્ચેની વિવાદિત જમીન પર છે, જેમાં વર્ષ 2020 અને 2021 વચ્ચેનાં સમયગાળામાં બાંધકામની ગતિવિધિ દર્શાવવામાં આવી હતી. વિવાદિત જમીન ડોકલામ પઠારની નજીક આવેલી છે જ્યાં 2017માં ભારત અને ચીન સામસામે આવી ગયા હતા, ત્યારબાદ ચીને ભારતીય સંરક્ષણને બાયપાસ કરીને આ પ્રદેશમાં માર્ગ નિર્માણની પ્રવૃત્તિ ફરી શરૂ કરી હતી, જે નવી દિલ્હી અને બીજિંગની વચ્ચે વિવાદનું મુખ્ય કેન્દ્ર બિંદુ હતુ. ભૂટાનની ધરતી પર નવું બાંધકામ ભારત માટે ખાસ ચિંતાનો વિષય છે, કારણ કે ભારતે ઐતિહાસિક રીતે ભૂટાનને તેની વિદેશ સંબંધોની નીતિ અંગે સલાહ આપી છે અને તેના સશસ્ત્ર દળોને તાલીમ આપવાનું ચાલુ રાખ્યું છે. ભૂટાને તેની જમીની સરહદો પર ફરીથી વાટાઘાટો કરવા માટે સતત ચીનનાં દબાણનો સામનો કરવો પડ્યો છે. કરારની રૂપરેખા ક્યારેય સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરવામાં આવી નથી અને તેની જમીન પર આ નવા ગામોનું નિર્માણ કરારનો એક ભાગ છે કે કેમ તે જોવાનું રહે છે. ઇન્ટેલ લેબ સાથેનાં વૈશ્વિક સંશોધક @Detresfa દ્વારા કરાયેલા ટ્વીટનું જિયોપોલિટિકલ ઇન્ટેલિજન્સ નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – અમદાવાદ /  અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાઇ વધુ એક ફરિયાદ, ચાણસ્મા વિસ્તારના પરિવારની જમીન પર અન્યએ કર્યો કબ્જો

ગામડાઓનું નિર્માણ મે 2020 અને નવેમ્બર 2021 વચ્ચે કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે પણ એવું નોંધાયું હતું કે ચીન ડોકલામ ઉચ્ચપ્રદેશની નજીક એક ગામ બનાવી રહ્યું છે, જ્યાં 2017 માં ચીની અને ભારતીય સેનાઓ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. ચીનનાં રાજ્ય મીડિયા સાથે વરિષ્ઠ પત્રકાર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ફોટા દર્શાવે છે કે ગામ ભૂટાનનાં પ્રદેશમાં 2 કિમી દૂર છે, જે ડોકલામથી ખૂબ નજીક છે.