Budget approval/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઔપચારિક રીતે બજેટને મંજૂરી આપી, FM સવારે 11 વાગ્યે રજૂ કરશે

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે દેશનું સામાન્ય બજેટ (બજેટ 2023) રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચ્યા છે. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા.

Top Stories India
Budget approval રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઔપચારિક રીતે બજેટને મંજૂરી આપી, FM સવારે 11 વાગ્યે રજૂ કરશે
  • નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં તેમનું પાંચમું સામાન્ય બજેટ રજૂ કરશે.
  • બજેટ 2023થી સરકાર 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરવા માંગે છે.
  • સરકાર આ બજેટમાં સામાન્ય લોકો માટે મોટી જાહેરાતો કરી શકે છે.

નવી દિલ્હી:  કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે દેશનું સામાન્ય બજેટ (બજેટ 2023) રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચ્યા છે. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને Budget approval મળ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટને ઔપચારિક મંજૂરી Budget approval આપી હતી.આગામી વર્ષે લોકસભાની ચૂંટણીને કારણે આ બજેટ મોદી સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હોવાથી લોકો અને કોર્પોરેટ સેક્ટરને પણ તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે મોટા આર્થિક નિર્ણયોની સાથે સરકાર સામાન્ય લોકોને પણ મોટી રાહત આપી શકે છે.

નાણામંત્રી બજેટ 2023 પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા

PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે Budget approval નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા. તે સવારે 11 વાગ્યે 2023-24નું બજેટ રજૂ કરશે.

કરદાતાઓને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે

કરદાતાઓને બજેટ 2023 પાસેથી ઘણી Budget approval અપેક્ષાઓ છે. આશા છે કે આ વખતે સરકાર કરદાતાઓને રાહત આપી શકે છે અને રોકાણ વધારવા માટે મોટો નિર્ણય લઈ શકે છે.

બજેટ પહેલા શેરબજાર ઊછળ્યું

બજેટ 2023-24 લાઈવ અપડેટ્સ બજેટ પહેલા શેરબજારે ઉછાળો નોંધાવ્યો છે. સેન્સેક્સમાં આજે સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં સેન્સેક્સ 500 પોઈન્ટના વધારા સાથે 60,000ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

બજેટ 2023 નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 2023-24નું બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. નિર્મલા સાથે રાજ્યકક્ષાના મંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હતા.

રિયલ એસ્ટેટને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે

રિયલ એસ્ટેટ સેક્ટરને પણ મોદી સરકારના સામાન્ય બજેટ 2023થી ઘણી આશાઓ છે. નિષ્ણાતોનું માનવું છે કે સરકાર આ વખતે દરેક વ્યક્તિને ઘર આપવાનું સપનું પૂરું કરવા માટે રિયલ એસ્ટેટને મોટું પ્રોત્સાહન આપી શકે છે.

દસ વાગે કેબિનેટની બેઠક

બજેટ 2023 કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ નાણાં મંત્રાલય છોડ્યા પછી ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા હતા. બજેટ 2023 રજૂ કરતા પહેલા સવારે 10 વાગ્યે મોદી સરકારની કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે

નિર્મલા સીતારમણ રેલવે માટે મોટી જાહેરાત કરી શકે છે

નાણામંત્રી નિર્મલા સીતારમણ રેલ્વે અંગે મોટી જાહેરાતો કરી શકે છે. એવું માનવામાં આવે છે કે મંત્રી દેશભરમાં 300 થી વધુ વંદે ભારત ટ્રેનોની જાહેરાત કરી શકે છે. રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણનો વ્યાપ પણ વધારી શકાય છે.

આ પણ વાંચોઃ

Budget 2023/ બજેટ 2023: નાણામંત્રીના ભાષણમાં સામેલ હોય છે આ ખાસ શબ્દો, જાણો અર્થ, સરળતાથી સમજાશે બજેટ

Budget2023 RuralEconomy/ બજેટ 2023: ત્રીજી ટર્મ માટે ચૂંટાવવા માંગતા મોદી ગ્રામીણ ક્ષેત્રે વધુ ફાયદો આપી શકે

Budget 2023/ નાણા મંત્રાલય પહોંચ્યા નિર્મલા સીતારમણ, સવારે 11 વાગ્યે રજૂ કરશે સામાન્ય બજેટ