જયપુર ખાતે બુધવારે રમાયેલી ત્રણ મેચની T20I સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે 5 વિકેટે જીત મેળવી હતી. નવા કેપ્ટન રોહિત શર્મા અને ટીમનાં નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડની જોડીનાં નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત સીરીઝમાં 1-0ની લીડ મેળવી છે.

આ પણ વાંચો – Cricket / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીત બાદ ટીમ ઈન્ડિયાનાં નામે નોંધાયો આ શાનદાર રેકોર્ડ
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ભારતને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમની ઇનિંગ્સનાં અંતે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા, પરંતુ બે બોલ બાકી રહેતા ભારતે મેચ જીતી લીધી હતી. મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં રસપ્રદ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એક સમય હતો જ્યારે મેચ બાદ માત્ર ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવતો હતો. પરંતુ આજકાલ દરેક મેચ બાદ અનેક પ્રકારનાં એવોર્ડ આપવામાં આવે છે. ક્યારેક ખેલાડીઓને મોસ્ટ સિક્સર એવોર્ડ, ક્યારેક બેસ્ટ કેચ એવોર્ડ, ગેમ ચેન્જર એવોર્ડ જેવા અનેક એવોર્ડ મળે છે. પરંતુ બુધવારે રાત્રે મેચ પછી, એક અનોખો અને રસપ્રદ એવોર્ડ આપવામાં આવ્યો – ‘અમેઝિંગ મોમેન્ટ એવોર્ડ’, એટલે કે, એક ખેલાડીને મેચની સૌથી રસપ્રદ ક્ષણ માટે પુરસ્કાર આપવામાં આવ્યો. શું તમે વિચારી શકો આ કોણ હોઇ શકે? જી હા, તમે વિચાર્યુ તે બિલકૂલ સાચુ છે.

જુઓ Video- દીપક ચહરનો આ વીડિયો વાયરલ
આ પણ વાંચો – Cricket / ICC T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો કોઇ બેટ્સમેન ટોપ-5 માં નથી, ખરાબ પ્રદર્શનનું મળ્યું પરિણામ
ભારતીય બોલર દીપક ચહરે આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. જે ઘટના માટે તેને આ એવોર્ડ આપવામાં આવ્યો તે ન્યૂઝીલેન્ડનાં ઓપનર માર્ટિન ગુપ્ટિલની વિકેટ હતી. પરંતુ આ પુરસ્કાર તે બોલ કે વિકેટ લેવાની શાનદાર રીત માટે નહીં, પરંતુ જે રીતે દિપક ચહરે વિકેટ લીધા બાદ માર્ટિન ગુપ્ટિલ તરફ જોયુ તે ‘લૂક’ માટે આપવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, તે બોલ પહેલા, માર્ટિન ગુપ્ટિલે ચહરનાં બોલ પર સિક્સર ફટકારતી વખતે દીપક ચહર તરફ જોયું હતુ. જવાબમાં, દીપક ચહરે, ગુપ્ટિલને કેચ આઉટ કરીને, તેની સામે જાણે કે બદલો લીધો હોય તે રીતે જોયું. આ મેચમાં માર્ટિન ગુપ્ટિલે 42 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં ચાર છક્કા અને ત્રણ ચોક્કા સામેલ હતા. આ સિવાય માર્ક ચેપમેને પણ 63 રનની ઇનિંગ રમી હતી, જેના આધારે ન્યૂઝીલેન્ડની ટીમ 164 રન સુધી પહોંચી શકી હતી.
