Bharuch News/ પોળો ફોરેસ્ટ અને દ્વારકાની હોટલમાં યુવતી પર દુષ્કર્મનો આરોપ: ખોટી ઓળખ આપી વીડિયો વાયરલ કરવાની ધમકી, અમદાવાદના યુવક સામે ફરિયાદ

ખોટી ઓળખ આપી યુવતીને પોળો ફોરેસ્ટ અને બાદમાં દ્વારકા લઈ જઈ દુષ્કર્મ (Polo Forest Dwarka Rape) આચર્યા હોવાનો અમદાવાદના યુવક સામે ગંભીર આરોપ લાગ્યો છે. વીડિયો વાયરલ કરવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

Top Stories Gujarat Others Breaking News
Polo Forest Dwarka Rape: ખોટી ઓળખ આપી યુવતીને પોળો ફોરેસ્ટ લઈ ગયો, દુષ્કર્મનો આરોપ

Bharuch News: ભરૂચ જિલ્લાના એક યુવતીએ અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા એક યુવક સામે ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈને દુષ્કર્મ (Polo Forest Dwarka Rape) આચર્યા હોવાનો ગંભીર આરોપ લગાવતા હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Polo Forest Dwarka Rape: પોળો ફોરેસ્ટથી દ્વારકા સુધી યુવતીનું શોષણ

ફરિયાદ મુજબ, 21 જૂનથી 21 જુલાઈ દરમિયાન આરોપી મોહન પીઠાભાઈ પરમારે પોતાની ઓળખ ‘દર્શન ઠાકોર’ તરીકે આપી યુવતી સાથે પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ તે યુવતીને સાબરકાંઠા જિલ્લાના વિજયનગર નજીક આવેલા પોળો ફોરેસ્ટ વિસ્તારની એક રિસોર્ટમાં લઈ ગયો હતો.

યુવતીના આક્ષેપ મુજબ, રિસોર્ટમાં આરોપીએ વિશ્વાસ જીતવા માટે માતા-પિતાના સોગંદ આપ્યા હતા અને બાદમાં દારૂ પીવડાવ્યો હતો. ત્યાર પછી બીભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ (Polo Forest Dwarka Rape) આચર્યું હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આ ઘટના બાદ આરોપી યુવતીને દ્વારકા લઈ ગયો હતો, જ્યાં હોટલમાં પણ તેની મરજી વિરુદ્ધ ફરી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાથી વ્યથિત બનેલી યુવતીએ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની ચકાસણી કરી રહી છે અને આરોપીની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:ભરૂચ દુષ્કર્મ કેસઃ નરાધામ આરોપી વિજય પાસવાનનો પોટેન્સી ટેસ્ટ અને છાતી પર મર્દ ટેટૂનો ખુલાસો

આ પણ વાંચો:ભરૂચના જંબુસર તાલુકામાં સગીર પર દુષ્કર્મનો કેસ, બે આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો:ભરૂચમાં મદ્રાસના મૌલવીએ હિંદુ મહિલાને મંતરેલું પાણી પીવડાવી દુષ્કર્મ આચર્યું