Rajkot News/ 2 વર્ષ જૂની દુશ્મનાવટનો લોહિયાળ અંત! રાજકોટમાં જાહેર રસ્તા પર યુવકની હત્યા

Rajkot Murder: રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે બે વર્ષ જૂની અદાવત અને કથિત અનૈતિક સંબંધની શંકાને લઈને 42 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. પોલીસે મુખ્ય આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે..

Top Stories Gujarat Rajkot
Rajkot Murder: 2 વર્ષ જૂની અદાવતનો લોહિયાળ અંત

Rajkot News: રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક શનિવારે સાંજે જાહેર રસ્તા પર સર્જાયેલા હત્યાકાંડથી (Rajkot Murder) શહેરમાં ચકચાર મચી ગઈ છે. બે વર્ષ જૂની અદાવત અને કથિત અનૈતિક સંબંધની શંકાના કારણે 42 વર્ષીય ઘનશ્યામસિંહ વાઘેલાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ઘટનાના થોડા જ કલાકોમાં ભક્તિનગર પોલીસે મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અટકાયત કરીને સમગ્ર ઘટનાની તપાસ તેજ કરી છે.

Rajkot Murder: ભક્તિનગર સર્કલ પાસે જાહેરમાં હુમલો, છરીના અનેક ઘા ઝીંક્યા

પ્રાપ્ત માહિતી મુજબ, ઓઇલ એન્જિનના વ્યવસાય સાથે સંકળાયેલા ઘનશ્યામસિંહ વાઘેલા પોતાના બે મિત્ર સાથે જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ (Bhaktinagar Murder) તરફ આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ નજીક કારમાં બેઠા હતા. તે દરમિયાન એક વ્યક્તિએ તેમને કારમાંથી બહાર બોલાવ્યા હતા. ઘનશ્યામસિંહ નીચે ઉતરતા જ પાછળથી આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ છરી વડે તેમના શરીરના વિવિધ ભાગોમાં એક પછી એક અનેક ઘા ઝીંકી (Knife Attack) દીધા. મિત્રો બચાવ માટે દોડી આવ્યા છતાં હુમલાખોર ફરાર થઈ ગયો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા ઘનશ્યામસિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું.

બે વર્ષ જૂના વિવાદે લીધો જીવ

પોલીસ તપાસમાં (Rajkot Police) સામે આવ્યું છે કે વર્ષ 2024 દરમિયાન નવરાત્રિ દરમિયાન ધોરાજી તાલુકાના ભાડેર ગામે મૃતક અને આરોપીના પરિવાર વચ્ચે કથિત અનૈતિક સંબંધોની શંકાને લઈને વિવાદ થયો હતો. આ મામલે હુમલો થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ જ કેસમાં સમાધાન કરવા માટે આરોપી પક્ષ તરફથી સતત દબાણ કરવામાં આવતું હોવાનું અને સમાધાન ન થતાં જૂની દુશ્મનાવટ વધુ ઉગ્ર બની હોવાનું પોલીસ માની રહી છે.

ધમકીઓની અરજી બાદ પણ સર્જાઈ હત્યા

Rajkot Murder: 2 વર્ષ જૂની અદાવતનો લોહિયાળ અંત

તપાસ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે હુમલાના થોડા દિવસો પહેલાં આરોપી ધર્મેન્દ્રસિંહે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને પોતાને અને પરિવારને ધમકી મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ડરના કારણે તેણે રહેઠાણ પણ બદલ્યું હોવાનું જણાવાયું હતું. જોકે બંને પક્ષો વચ્ચેનો વિવાદ અંતે જીવલેણ સાબિત થયો અને જાહેરમાં હુમલો કરીને હત્યા કરવામાં આવી.

મુખ્ય આરોપીની અટકાયત, અન્ય શખ્સની શોધખોળ શરૂ

ઘટના બાદ ભક્તિનગર પોલીસે મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અટકાયત કરી છે. હુમલા સમયે તેની સાથે રહેલા અન્ય અજાણ્યા વ્યક્તિની ઓળખ અને ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે સમગ્ર કાવતરાની તપાસ આગળ વધારી છે.


આ પણ વાંચો: ‘ઓસ્ટ્રેલિયા ગયો છે’ કહી બે વર્ષ સુધી પરિવારને ભટકાવ્યા, હવે ખુલ્યો હત્યાનો સનસનાટીભર્યો રાજ

આ પણ વાંચો: પાટણમાં પોલીસ સામે પોલીસ! પોલીસ કોન્સ્ટેબલે ASIનું ગળું દબાવી કર્યો હત્યાનો પ્રયાસ

આ પણ વાંચો: ગાંધીનગરના ભાઈજીપુરામાં નીલગાયની ગોળી મારી હત્યા, બાઈકસવાર ત્રણ શખસ સામે વન વિભાગની તપાસ શરૂ