કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
3 ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ તથા રાશિફળ:
આજે 3 ડિસેમ્બર ૨૦૨૫ બુધવાર અને માગશર સુદ તેરસ છે, આજે ચંદ્રની રાશિ મેષ અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે ભરણી નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 7:04 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:53 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ: ગણેશજીના મંત્રનો જાપ કરવો
આજનો દિવસ અનેક રાશિના જાતકો માટે વિશેષ અને શુભ સંયોગ લઈને આવ્યો છે, કારણ કે આજે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવાની ઉત્તમ તિથિ છે. બુદ્ધિના દેવ ગણેશજીના મંત્રોનું જાપ કરવાથી જીવનમાં અનેક અવરોધો દૂર થાય છે અને નવા માર્ગો ખુલે છે. દરેક રાશિ માટે આજનો દિવસ અલગ પ્રભાવ ધરાવે છે. ક્યાંક કારકિર્દીમાં પ્રગતિ, ક્યાંક આર્થિક લાભ અને ક્યાંક સંબંધોમાં મીઠાશ વધવાની સંભાવનાઓ છે. ચાલો જાણીએ કે તમારું આજનું રાશિફળ કઈ રીતે પરિવર્તન લાવી શકે છે.
ગણેશજીના મંત્ર
‘ઓમ ગં ગણપતયે નમઃ’
તેરસનીસમાપ્તિ: સવારે૧૨:૨૭સુધી.·
- તારીખ:- ૦૩-૧૨-૨૦૨૫, બુધવાર/માગશર સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૦૪ થી ૦૮:૨૫ |
| અમૃત | ૦૮:૨૫થી ૦૯:૪૫ |
| શુભ | ૧૧:૦૮ થી ૧૨.૨૯ |
| લાભ | ૦૪:૩૨ થી ૦૫:૫૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૨થી ૦૯:૧૧ |
| અમૃત | ૦૯:૧૧ થી ૧૦:૫૦ |
3 ડિસેમ્બર ૨૦૨૫ નું રાશિફળ:
- મેષ (અ, લ , ઈ) :-
- ઘર-પરિવાર સાથે સમય પસાર થશે.
- લાભદાયી પરિસ્થિતિઓનું નિર્માણ થાય.
- રાજનેતા સાથે મુલાકાત થાય.
- સ્વભાવમાં અહંકાર આવે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થાય.
- તમને બિઝનેસ ઑફર મળશે.
- વાંચવાનું મન થાય.
- સમયનો ભરપૂર ઉપયોગ કરો
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- તમારા સૌંદર્યમાં વધારો થાય.
- આજે રચનાત્મક કાર્યો થાય.
- જૂની સમસ્યાનો ઉકેલ મળે.
- સમયનો બગાડ ન કરવો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૭
- કર્ક (ડ , હ) :-
- જોખમી કાર્યોથી દૂર રહો.
- પૈસાની લાલચ વધે.
- તમને કોઈ પૈતૃક સંપત્તિ મળે.
- ઉચ્ચ શિક્ષણ માટે પ્રવાસ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૮
- સિંહ (મ , ટ) :-
- જીવનમાં હુંફઉમેરાય.
- નવી આશા જાગે.
- કરું કંપનીઓંથી સાવધાન રહેવું.
- સમય ઘણું શીખવી જાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર –૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
- અનુભવીએ માણસની સલાહ લેવી.
- વેપારનો વિસ્તાર થશે.
- પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- તુલા (ર , ત) :-
- આરામ મહત્વનો રહે.
- કામમાં ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
- નોકરીમાં ઉન્નતિની તકો મળે.
- વાહન આનંદમાં વધારો થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૨
- વૃશ્વિક (ન, ય) :-
- સમજદારી પૂર્વક કામ કરવું.
- વેપારમાં સાચવવું.
- ચાંદીની વસ્તુ ખરીદી શકાય.
- મન પ્રસન્ન રહેશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર –૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મંગળકારી દિવસ રહે.
- મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે.
- મનથી મજબૂત થવાય.
- મનમાં સકારાત્મકતાનો પ્રભાવ રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર –૮
- મકર (ખ, જ) :-
- બાકી રહેલા નાણાં પાછા આવે.
- લોકો ઉપર વિશ્વાસ ન કરવો
- નિસ્વાર્થ ભાવે સેવા થાય.
- ભવિષ્યને લગતી યોજના બને.
- શુભ કલર – પીળો
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઘરમાં તમારું મૂલ્ય વધે.
- પડોશીથી લાભ થાય.
- આંખોની ચમક વધે.
- કાળી વસ્તુ જોડે રાખવી.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર –૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કોઈવાતગળેનઉતરે.
- આજનો દિવસ શુભ રહે.
- માનસિક શાંતિનો અનુભવ થશે.
- સ્નાયુઓને આરામ મળે.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર –૯
