રોડ અકસ્માત/ દર્શન માટે નીકળેલા ભક્તોને નડ્યો અકસ્માત, અંબાજી નજીક 30 ફૂટ ઉંડી ખીણમાં પડી જીપ

બુધવાર રાત્રે એક તૂફાન જીપના ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. શીતળા માતાની ઘાટીમાંથી પસાર થતા સમયે જીપને અકસ્માત થયો હતો.

Top Stories Gujarat Others
અકસ્માત

રાજ્યમાં સતત એક પછી એક અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. દરરોજ સર્જાતી અકસ્માતની ઘટનામાં અનેક માસૂમ લોકો પોતાનો જીવ ગુમાવે છે. તો અનેક લોકોને સામાન્યથી લઈને ગંભીર ઇજાઓ પણ થતી હોય છે. તે જ સમયે રોડ અકસ્માતના ઘણા પરિવાર પણ વિખેરાય જાય છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના અંબાજી નજીક આવેલ ખીણમાં બની છે. અહીં ભક્તો સાથે જીપ ખીણમાં ખાબકી હતી. પંચમહાલ જિલ્લાના ભક્તો દર્શન માટે નીકળ્યા ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે. બે લોકો ગંભીર છે.

આ પણ વાંચો :GPSC પાસ 169 ઉમેદવારોની નિયુક્તિની રાહમાં, નિષ્ફળ વિદ્યાર્થીઓએ મામલો કોર્ટમાં પડકાર્યો

આ મામલે મળી રહેલ માહિતી અનુસાર, બુધવાર રાત્રે એક તૂફાન જીપના ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. શીતળા માતાની ઘાટીમાંથી પસાર થતા સમયે જીપને અકસ્માત થયો હતો. જીપમાં સવાર ભક્તો સુંધા માતા તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. GJ 17 AK 0411 નંબરની તૂફા જીપ 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી.  જેમાં છ  શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જેમાંથી બે શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે ઘાયલોને ખસેડવામાં આવ્યા છે. અંબાજી પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે.   આ ભક્તો હાલોલના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો :ભરૂચમાં ધર્માંતરણ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 4 લોકોની કરાઈ ધરપકડ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર જાખણના પાટીયા પાસે ફોર વ્હીલે મહિલાને ટક્કર મારી હતી. હાઇવે રોડ પર આવેલ સોમનાથ હોટલની નજીક આ બનાવ બનવા પામ્યો છે, જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજયું છે. અમદાવાદથી ચોટીલા પગપાળા જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી ચોટીલા સંઘ જઈ રહ્યો હતો ત્યારે પુરપાટથી આવેલ કારે જસીબેન ઠાકોર આશરે ઉંમર વર્ષ 38 છે, જેઓને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જસીબેન ઠાકોર અમદાવાદના વાસણા વિસ્તારના ખોડીયાર પાર્કના રહેવાશી છે, ત્યારે જસીબેન સંઘ સાથે અમદાવાદથી ચોટીલા પગપાળા જઇ રહ્યા હતા.

આ પણ વાંચો :ગુજરાત ATSને મળી મોટી સફળતા, દ્વારકામાંથી ફરી ઝડપાયું 24 કિલો ડ્રગ્સ,3ની ધરપકડ

આ પણ વાંચો :ગુજરાતમાં IAS રાજકુમારની ઘરવાપસી મામલે ચાલી રહી છે અનેક અટકળો,વહિવટીતંત્રમાં થશે માેટા ફેરફાર!

આ પણ વાંચો :અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાઇ વધુ એક ફરિયાદ, ચાણસ્મા વિસ્તારના પરિવારની જમીન પર અન્યએ કર્યો